જીવવા માટે માત્ર એક કારણ જોઈએ..

0

વળી એક દી મોટભાઈ કે, જીવવા માટે માત્ર એક કારણ જોઈએ..

મનમોજી :-

રામ રામ મોટા, જીવવા માટે ખરેખર કોઈ કારણની જરૂર હોય ખરી? શું કારણ વિના જીવી નો શકાય? જીવન છે શું? જન્મ થી મૃત્યુપર્યંત એક દોડ કહેવાય? જેમાં કંઈ પામો કે નહીં, પણ દોડવું ફરજીયાત છે..!! ક્યાંય પોરો ખાવા બેહી ગયા તો અર્જિત કરેલ જે કઈ હોય એ વેડફાઇ જવાનું. શું ખરેખર કોઈ અલૌકિક શક્તિઓ આ જગત નું સંચાલન કરે છે? જો કરે છે તો શું એણે જીવવાના વ્યક્તિદીઠ કારણો આપેલા છે? પણ અહીંયા કેટલાય વિના કારણ/લક્ષ્ય/ધ્યેય જીવતા હોય જ છે ને, જગતમાં આવે છે, જીવે છે ને વયા જાય છે, અમુક મોટું નામ કરીને જાય છે, અમુક મોટું કામ? અચ્છા મોટા, નામ મોટું કે કામ? કામથી નામ થાય કે નામ થી કામ? જીવવા માટે કારણ કેવું હોવું જોઈએ? એ કારણનો પ્રભાવ પડવો જોઈએ? વળી જીવન જીવવા જે બંધારણો/ધારા-ધોરણો છે શું એ યોગ્ય છે? મારો અર્થ કે એ બંધારણો સિવાય જીવવાથી હાનિ શું? ખરેખર તો જીવવા માટે ખોરાક/પાણી/હવા/કુદરત સિવાય કોઈનીય જરૂર નથી. જીવો અને મોજ કરો. જીવનમાં કારણ ની ખોજ જ બુદ્ધિ કરે છે, બુદ્ધિ ને આધીન જીવવા માં લાભહાની બંને છે હો મોટા.

Post a Comment

0Comments
Post a Comment (0)