आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
તો મિત્રો! અમો કોઈ મોટી હસતી નથી કે અમોના પરિચય અન્ય આપે. અમો સ્વયં અમોના વિશે જણાવીશું.
નામ : દિલાવરસિંહ,
ગામ : બ્લોગર,
તાલુકો : ગૂગલ
મિત્રમંડળમાં : ગજાનંદ ઉર્ફે ગજો
રઘુરાયમલ ઉર્ફે રુગો
ડાઘીયું તથા બેકરીવાલ
તો મિત્રો, અમો અહીં બે ઘડી મન ને હળવાશ કરવા લખતા રહીએ છીએ, તથા માત્ર મોજને જ ખાતર લખાયેલું કોઈએ ગંભીર થઈને વાંચવું પણ નહીં. અમો એ એક સૂત્ર બનાવ્યું છે, "વાંચીને વિસરી જવું." જે અમોના લેખન માટે જ છે. અમો વિશે વિશેષ પરિચય તો અમો એમ આપી શકીએ કે, અમોને વાંચનનો ઘણો શોખ, અમોએ જાત-જાતના અને ભાત-ભાતના પુસ્તકો વાંચ્યા છે, અમોએ પુસ્તકો વાંચવામાં વિષયો કદી જોયા જ નથી, નવલકથાઓથી માંડીને ઇતિહાસો પણ વાંચ્યા, લઘુકાવ્યોથી માંડીને વ્યાખ્યાનો વાંચ્યા. પછી એક દિવસ અમોને પણ લખવાની લહેરખી હૃદયના ઊંડાણથી ઉદભવી, અને અમોએ અંગૂઠારૂપી કલમ વડે મોબાઇલનોટના કાગળ પર અમોને મન પડ્યું તેવું ઉતારવા માંડ્યા. આમ તો અમો આ લેખન કેડા પર નવીન પદયાત્રી છીએ, પા-પા પગલીઓ પાડી રહ્યા છીએ, પણ ઈચ્છા તો અમોને પણ સાહિત્યના મહાસાગરમાં ગોતા લગાવવાની થાય છે..!!
વળી અમો અહીં અમુક ચોખવટો કરવા પણ ઇચ્છુક છીએ, જે નીચે પ્રમાણે છે.
- ૧. અમોના લખાણો સાહિત્યના કક્ષમાં છેલ્લી પાટલીએ હોવા છતાં કોઈએ નકલ(copy) કરવી નહીં.
- ૨. નકલ કરી લીધી હોય તો ભૂલથીયે છાપવું(paste) નહિ.
- ૩. અમોના લખાણને આપશ્રી બાંટી(share) શકવા સામર્થ્યવાન રહેશો જો કડી(link) શેયર કરશો.
- ૪. અમોના લખાણોમાં કોઈની એ લાગણી દુભાવવી કે એવા કોઈ પણ હેતુઓ હોતા નથી તેથી તેવા દ્રષ્ટિકોણ પણ દાખવશો નહિ તેવી અમોના અંતઃકરણની અરજ ધ્યાને લેશો.
- ૫. અમોના લખાણો સાથે લગાવેલા ચિત્રો મોબાઈલમાં જ તૈયાર(readymade) photos / clipart / illustration / vector માં ધડ-માથા જુદા કરીને નૂતન સ્વરૂપ માં અમો પ્રદર્શિત કરતા હોવાથી તે વિશે કોઈ સૂચન હોય તો પ્રતિભાવ ખોખા(comment box) માં જરૂરથી જણાવશો.
- ૬. અમોના સંપર્ક હેતુ email સરનામું આપી શકવા અમો અસમર્થ છીએ છતાં એ બાબતે પણ આપ પ્રતિભાવ ખોખામાં સૂચિત કરવાને સમર્થ છો જ.
Vaah, Aje fakt tamara blog vanchva accout banavyu...
ReplyDeletekhub khub aabhar..
Delete