તહેવારોના દિવસોમાં.

0

તે મોટા, વાત કંઇક એમ છે કે તહેવાર ના દી અમારે તો આયવા એવા જાય એમ છે.. મોટા, હમણાં જેસીબી નો મંદો હાલે છે તે આપણે હમણે થીં એકાઉંટિંગ નું ચાલુ કર્યું, જમા - ઉધાર.. અમારે આંય ફેક્ટરીયું ઘણી આયવી છે તે આપણને કાચું પાકું કોમ્પીયુટર આવડે હો.. ઓલ્યું ખાતા વારા ટેલી ઇ.આર.પી 9 વાપરે ઇ આપણને આવડે હો..! આના જમા ને ઓલા ના નામે.. ને.. નકરું "એન્ટર બટન(કી)" દાબયે જવાનું.. જ્યાં હુધી એન્ટર કી પરગટ્ટ થઈ ને પગમાં નો પડે..!! સેલ વાઉચર કે પરચેસ વાઉચર ચડાવીએ ને તયેં તો રીતસર એન્ટર કી રોઈ પડે હો મોટા..!! શોર્ટકટ છે "કન્ટ્રોલ+એ" પણ એન્ટર નો દી આખા નો ખાર કાઢવા એન્ટર કી ની ઢાંકણી નો હલી જાય ત્યાં હુધી દાબવાની.. ઓલ્યા ચુલબુલ પાંડે નો કમિશનર કે ને ઇમ "દબાવ બના રહેના ચાહિયે."
     આપણી ગાડી કેદી સીધે પાટે ગઈ તે અટાણે જાય? તે મોટા આવડી જાજી સંખ્યા માં ફેક્ટરીયું છે તે કરચોરી ય એવડી થાય હો..!! એ પાછું એકાઉન્ટ વાળા હમભાળી લ્યે.. પણ આપણે થોડોક નોખા માણહ, ઇનપુટ જીએસટી કરતા આઉટપુટ થોડોક વધારે જ રાખવાનો આપણે ક્યાં ઘરના ભરવા.. શેઠિયા ભર્યે રાખ્યે..!! ને પાછો મારચેન્ડિંગ માં ઇનકમ ટેક્સ ભરાવવાનો ઇ જુદો હો..!! તે હમણાં કાલ વાઘબારસને અમારા શેઠિયા ને ન્યા ય જીએસટી વાળા એસટી ભરી ને ચડી આવ્યા..!! એ કયે તમે કર ચોરી કરો છો, કાચું કામ કરો છો(રોકડ વ્યવહાર). ઇ બચાડા તો વહેમ માં આયવા તા, પણ ચોપડા ચકાસ્યા તયેં મુંજાણાં, ચોપડે જીએસટી જમા બોલતો તો.. તે મથલ ઇ લોકો ને ટાર્ગેટ મળેલ ગમે ઇ કરો ને 200 કરોડ લાવો, અલગ અલગ જગ્યા એ રેડ નાખીએ જ રાખો ઇમ... હવે આપણે ગામડિયું માણહ લાંબી ગતાગમ નહિ પણ ઇ સરકારી માણહ ને વાડીએ લઈ જઈ ને મેહમાનગતી કર્યવી, મોટું શાક(નોનવેજ), રાતા પાણીની બોટલ, ને નમકીન ના પડીકા, ને સોડા ને સરખેથી હંધાય ને ઢીંગલીયુ કરી દીધી (પાઈને ફુલ કરી દીધા). ગજા ને ફોન કરી ને સ્ટુડિયો વાળાવ ને નોતર્યા, સારા માંહ્યલા ફોટો શેશન કરાયવા.
           પછે સાહેબો ને લીંબુ પાણી પાઈ પાઈ ને હોંશ માં લાયવા હો. સાહેબો ને કીધું આ ગજો અમારે બહુ સારા ફોટો ખેંચે હો, હમણાં જ 4gb મેમરી ભરીને ફોટો ને વીડિયો ભેગા કર્યા છે.. બોલો કાંઈ સ્કીમ દેવી છે કે છાપાવાળાવને ય નોતરવી?

ઇ કાંડ તો થાતા થયો પણ આપણે રામ બોલી ગયા તેંદુના.. એય ને ટેસથી જેસીબી હાંકો આ ખાતાવહીનું પિંજર આપણા કામનું નહિ હો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)