લક્ષ્મીજી મારે આંગણે..

0


મોટભાઈ કે' :- લક્ષ્મીજી મારે આંગણે,

ને મનમોજી ને આંગણે કેવા આવ્યા એ વાંચો :-

કાળીચૌદશે અમુક મોટી માયા વ ના બર્થડે ય કહેવાય હો. આમ તો આ દિવાળી ની રજા ના દી મારે હાવ નકામા, દી જ નથી જાતો મોટા..!! આના કરતાં તો નોકરી કે કામ ધંધા ના દી હારા.!! ટાઈમ કેમ વ્યો જાય ખબર જ નો પડે..!! તયણ દી થયા દિવાળીની રજામાં ઘરે, હવે તો "મિસિઝ"(ઉપડે હો ક્યેક ઇંગરેજી) પણ કંટાળ્યા છે. પમદી(પરામદિવસે) તો વેલણ ઇટી ગયા, કાલ્ય સાવેણી નો ઘા માંડ ચૂકવ્યો..! ખાલી ચા જ તો માયગી'તી મેં, એમાં એવડો શુ ગુનો થઈ ગયો હમજાયું જ નહીં મોટા. જો મોટા આપણે વાડીએ તો ભાગીયો(ભાગવી ખેતી રાખે એ, ઉપજમાં ભાગ થાય) ચુલે ચા ચાલુ જ રાખે તે આપણને એની ટેવ. જો સવારે દાંતણ-પાણી કરી ને ચા જોઈએ, પછી પરોઢિયા ટાણાં(હાજત/જાજરૂ) પતાવી ને એક ચા પીવાની, પછે શિરામણ હાર્યે એક ચા, છાપું વાંચવું હોય એટલે કાંઈક ટેકો તો જોઈએ ને એટલે એક ચા, પછી બપોરા કર્યા પેલા ને પછી એક ચા, પાછું રોંઢાટાણે(ચાર-પાંચ વાગ્યા નો સમયગાળો)તો ચા જોવે જ ને? એ કાંઈક કેવાનું થોડું હોય? વળી સાંજે ઝાલરટાણું થયા પેલા એક ચા પી લેવાય એટલે મંદિરે રામજીની આરતી હરખી થાય.. મંદિરેથી ચોરે થઈ ને ઘરે આયવા હોય એટલે એકાદ અડારી(રકાબી) ચા તો જોવે ને..! પછી વાળું કર્યાના અડધોક કલાક પેલા એકાદ ચા જડી જસ્સય એટલે ભયો ભયો હો..
આપણે ક્યાં જાજી ચા માયગી? એમા તો સાંજરે એણે વેલણ ઝીંકી લીધું હો..!! કાલ્ય પાછી સાવેણી ય ઉયડી'તી. હવે કાંક આવી ઝાંકાઝીંક બોલતીતી તયેં લખમીજી આયવા તા, હાથમાં મોટો થાળ, થાળમાં સોનાની કંકાવટી, અક્ષતની ટબુડી, થાળમાં સોનાના સિક્કા ને લગડીયું, હવે આંય તો થાળીયુને, તાંહળીયું(તાંસળી) ઉડતીતી તે લખમીજી બારોબારથીન જ વ્યા ગયા, ને કેતા ગયા તમને ટૂ-પે કુરિયર કરાવડાવી દઈશ, કલેક્ટ કરાવી લેજો.!! હવે હું હંધીય બજાર ની કુરિયર કંપનિયુ માં આંટો દઈ આવ્યો.. ક્યાંય આપણું નામ નથ મોટા..!!!

Post a Comment

0Comments
Post a Comment (0)