તે મનમોજીએ લખી મોકલ્યા, તમે પણ જુઓ..
હાઈકુ ચેલેન્જ : પ્રેમ
અક્ષર : ૫-૭-૫
ઉકલે નહિ,
છતાં માંડ્યું આપણે,
મોટાનું માની..
લખવા લીધું,
પ્રેમ તણો પોકાર,
રાડ્યું નીકળી..
તોબા તોબા હો,
ઘુઘો ઘુઘી બજારે,
ફરતા ભાળ્યા..
એકમેકમાં
પરોવી હાથ પંખી,
જાણે ઉડતા..
ખૂંટિયો એક,
આવ્યો ત્યાં અજોડીયો,
ઉલાળ્યો પ્રેમ..
બે ટપ્પા ખાધા,
આનીપા ઘુઘો પડ્યો,
ઘુઘી ઓલીપા..
ગોઠણ છોલ્યા,
ભાંગી કેડ તે છતાં,
નજરો મળી..
ઢસડાંતા એ,
સરકતા મળવા,
'નેવુંના પંખી..
લીસોટા પડ્યાં,
ધરણી પણ ધ્રુજી,
બસ હવેતો..
અચાનક ત્યાં,
અજવાળું થયુંને,
દેવાકૃતિ શું?
પ્રગટ્યો દૂત,
પ્રેમગ્રંથનો ઈશ,
શણગારો સદી,
વરસ્યો પ્રેમ
તણો દરિયો, તથા,
ડૂબી દુનિયા..
અરે ભાઈ, આ,
મોટા તમે કીધું તેં,
આલેખિયો મેં,
બાકી આપણું,
કામ નહીં, અનંત,
અભિવ્યક્ત આ..!!