લ્યો ! કાલ્ય પોતે જ કીધું કે દરેક શબ્દોમાં સૌંદર્ય હોય ને આજેય પોતે જ કેય છે જીભ લપસી મારી.. મોટા તેલ મોંઘુ છે ઓછું વાપરો તો લપસ્સો નહિ..!
જીભ તો મોટા હોય એને લપસે જ. કાયમ ભીની જ રેય છે ને..!! પાછી બત્રીહ વચાળે એકલી બેઠી, કેટલી બળુકી હયશે વિચાર તો કરો..!! જીભ પાછી જનમ થી આવે ને જાયેય ભેળી, ઓલ્યો જોક નથી કે એક દી બત્રીહ દાંતે જીભને દબાયવી, જો જરીકેય આડી-અવળી થઈ તો દાબી દેહુ ધ્યાન રાખજે, તે જીભ કે(કહે) ધ્યાન હું નહિ તમે રાખજો, સામો કોક લોંઠકો જણ આયવો ને હું જરાક અમથીય લયપટી તો તમે બત્રીહે બારા નીકળી જાહો..!!
મોટા! બળદ હોય ને એની રાશ્ય જ્યાં હુધી આપણા હાથમાં હોય ત્યાં સુધી સીધો હાલે, જરાક ઢીલી મુકોને એટલે ચીલો કંયે ફરી જાય ખબર્ય નો રે હો, એવું જ કાંક જીભનું ય છે..! જ્યાં સુધી આવેગ/ભાવના કાબુમાં છે જીભેય સીધી હાલશ્યે, લગીર લગામ છૂટી કે લૂલી(જીભ) લપટશે..!
વળી મોટા, જીભ લપસતા તો લપસી, પણ એનો જે પ્રત્યુત્તર / પ્રત્યાઘાત પડે ઇ ઝીલવા હાટુ પાછી અગત્સ્યની હોજરી જોવે. એલા અગત્સ્ય ની હોજરી કેવડી હતી, અગત્સ્ય, આતાપી ને વાતાપી વાળું કથાનક તો જાણીતું છે..
દેવની ય જીભ લપટે છે મોટા, માણહ તો કુણ માત્ર? ઓલ્યું નથી, ભસ્માસુરે માંગ્યું ને ભોળા એ દીધું ને પછી ઓલ્યો કે તમારી માથે જ ચેક કરું, નકર ભોળાને હું ખબર્ય નો હોય કે આને શક્તિ મળે પછી હું થાય ઇ ..!!
ટૂંકમાં મોટા, પોતાની ઉપર કાબુ રેય તો જીભડી ય કાબુ મા રેય..!! પણ માણહ.. માણહ.. આ કાંક સાંઠીકુ સલવાય તયે કાબુ મા રે.. ઢોર કાબુમાં લેવું સે'લું પણ માણહ નહિ હો .. !!