તે મનમોજીનો ભરપૂર વિરોધ :-
તો પ.પુ. ભાઈ મોટા, કાલ્ય તમે સનમમાં ખોવાઈ જવાનું કીધું, આજ તમે સૌંદર્યનું કહો છો, વાત શું છે હૈ?
એલા મને આજ પાછું કાંઈ ઉકલતું નથી, આ લખવાનું માંડી વાળીને બખવાનું ચાલુ કરું? કે પછી બકવાનું? કદાચ એમાંય શબ્દોનું સૌંદર્ય હોય!
મોટા "બદસૂરત" માં સૌંદર્ય હોય? હોય તો કેટલું હોય ને નો હોય તો કેટલું નો હોય? માપવા નું પ્રમાણ શું?
"ગોબરૂં" - આ શબ્દ માં સૌંદર્ય છે? કે પછી કોઇ ગાળ હોય - એમાંય સૌંદર્ય હોય? કે પછી સૌંદર્ય ની વ્યાખ્યા સૌની જુદી જુદી હોય, પોત-પોતાની લાભહાની અનુસાર..!!
"દુર્ગંધ" આ શબ્દ પણ છે, ભાવ પણ છે. હવે તમે જ કયો(કહો) આમાં સૌંદર્ય હોય?
આજ આટલું ઘણું લ્યો બાકી તમે તમારી રીતે જોડજો. અને હા, આ પોસ્ટને લાઈક અને કોમેન્ટ કર્યાથી શુભ સમાચાર મળશે, મનોવાંછિત ફળ પ્રાપ્ત થશે તથા સાતમાંથી એકાદ લોકની પરમેનાન્ટ સીટની અવશ્ય પ્રાપ્તિ થશે.