સર્વ પ્રથમ તો મોરબી દુર્ઘટના માં સદ્દગતો ને શાંતિ મળે તેવી પ્રાર્થના..

0
સર્વ પ્રથમ તો મોરબી દુર્ઘટના માં સદ્દગતો ને શાંતિ મળે તેવી પ્રાર્થના..
યુરોપિયન સ્થાપત્યોથી પ્રભાવિત મોરબીના ઠાકોરસાહેબ વાઘજી દ્વિતીયને પોતાના નગરને યુરોપિયન સાજ-શણગાર મઢાવવો હતો, અને તેમણે મચ્છુને કાંઠે નિર્માણ કરાવ્યો ભવ્યાતિભવ્ય 'દરબારગઢ મોરબી'..! સાથે જ બંધાવ્યો સસ્પેંશન બ્રિજ, ઇ આપણી દેશી બોલી માં બન્યો ઝૂલતો પુલ.. દરબારગઢ ને બીજી તરફ સર લખધીરજી એન્જીનીયરીંગ કોલેજ સાથે જોડતો બ્રિજ નિર્માણ થયો ત્યારે સાડા "ત્રણ લાખ" માં બન્યો હતો.. અને આશરે એકસો ચાળીસ વર્ષ ટક્યો..! હવે યોગાનુયોગ કહો, કે મેન્ટેનન્સ વાળાની મૂર્ખામી.. આવડો જૂનો પણ જાજરમાન પુલ "બે કરોડ" ના રીનોવેશન બાદ સાત દિવસ પણ ન ટક્યો? પેડિસ્ટ્રીયન બ્રિજ પર ચાલક ની મર્યાદા હોય, અમુક માત્રાથી વધુ વજન તેના પર ન હોવું જોઈએ..!

(વળી આ શોક ની ઘડીએ દેશભરમાં રાજકારણ ગરમાઈ / રમાઈ રહ્યું છે..! મોટેભાગે આવી દુર્ઘટનાઓ ચૂંટણીની આસપાસમાં જ થતી હોય છે.)

આતો પુરાતન સ્થાપત્ય હતું.. જે કાલ ધરાશાયી થયું.. જવાબદાર કોણ? વિડિઓ જોયા હતા, અમુક લુખાઓ એ પણ પુલ પર પ્રહારો કર્યા હતા..! બસ હવે આ દોષનો સુંડલો આમથી તેમ થશે ને પછી એકાદ વર્ષો જુના માળિયે ચડી જશે.. 

ગુજરાતમાં ખાસ કચ્છ કાઠિયાવાડ માં તો આવી કેટલીય જુની ધરોહરો છે..! પણ સંભાળ કોણ લે છે? કચ્છમાં દર દસમા ગામે કિલ્લો હશે કદાચ.. ભલે જર્જરિત હશે.. કે ખાલી અવશેષ હશે..! પણ આઝાદ ભારત ના એક પણ અધિકારી ની આંખ ત્યાં મંડાઈ નથી.. અરે લોકો પાળીયા સુદ્ધા ચોરી જાય છે.. 

૧૯૮૪માં થયેલી ભોપાળ ગેસ દુર્ઘટના, દિલ્હીમાં લલિતા પાર્ક બિલ્ડિંગમાં લાગેલી આગ, એ.એમ.આર.આઈ. હોસ્પિટલ કોલકતામાં લાગેલી આગ, મહાકુંભમાં થયેલું સ્ટેમ્પીડ, કોલકાતામાં ગિરીશ પાર્ક ફ્લાય ઓવર.. સુરત ની તક્ષશિલા.. આવી આવી ઘટનાઓ ગજબ ગુજારે છે..!

ગતિશીલ ગુજરાત.. વેદાંતા અને ફોક્સકોનનો દોઢ-લાખ કરોડનો સેમી કંડકટર, અને ટાટા એરબસનો બાવીસ હજાર કરોડના પ્રોજેકટ ગુજરાતમાં આવ્યા ત્યારે એમ કહી તો શકાય છે ગુજરાતની પ્રગતિ ની ગતિ ખૂબ સારી પણ દોડવામાં બુટ ની પણ સંભાળ રાખવી જરૂરી છે.. વધુ પડતો ઘસારો થાય તો કાળજી કરવી જરૂરી પણ છે..! બાંગ્લાદેશમાં ચાઈનીઝ એમ્બેસેડરે કહ્યું,"આઈ એમ એ બિગ ફેન ઓફ ઇન્ડિયા." અને ફરીથી ભારત-ચાઈનાના સો.મીડિયામાં વાકયુદ્ધ છેડાયું..! ચાઇનાના એકાદ પ્રોફેસર કે કોઈ હતા(જાજી ઊંડાણમાં ઉતર્યા વિના સીધો મુદ્દો) એમણે કહ્યું હતું, "કે ભારતે એક પણ સૈનિક મોકલ્યા વગર વીસ સદી સુધી ચાઇના પર સાંસ્કૃતિક આધિપત્ય જમાવ્યું હતું.." જ્યારે મુઘલ આક્રંતાઓ આવ્યા, એ બાદ થી બંને દેશોના સંબંધોમાં બદલાવ આવ્યા, સાંસ્કૃતિક પણ..! આ જ વાત રાજનાથસિંહે કરી હતી ત્યારે તો ચાઇનાને બળતરા ઉપડી હતી.. હવે એમના જ અધિકારીએ કહ્યું છે..! એલા હા.. મા'શી-જીનપિંગ' પાછી જીતી..!! એટલે ભારત-ચીનના સંબંધો સુધરવાની શક્યતા ફરી ઘટી ગઈ..! રાજનાથસિંહથી યાદ આવ્યું, કાશ્મીરમાં શ્રીનગર એરપોર્ટ પરથી રક્ષામંત્રીએ ઘોષણા કરી દીધી, કે બ્યુગલ જ ફૂંકી દીધું છે કે, "ભારતનો 'અલ્ટીમેટ ગોલ' છે, ગિલગિટ-બાલ્ટીસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરને ભારતમાં ભેળવવું." અને આ સાથે ગૃહયુદ્ધના આંગણે ઉભેલ પાકિસ્તાન ના ટાંગા થરથરવા લાગ્યા..!

એલા એય .. ઓલો બ્રિટિશ-ઇન્ડિયન તો રહી ગયો.. બાઇડનની બોલીમાં રાશિ સાનુક.. આઈ મીન રિશી સુનક.. સુએલા બ્રેવરમેન - જેણે લિઝ ટ્રસની સરકાર પાડવા છેલ્લો ઘા ઝીંક્યો, અરે એ જ, જેણે કહ્યું હતું કે, ભારતીયો યુ.કે.મા આવીને શાંતિ ડહોળે છે, એને રિશી સુનકે ફરી સત્તા આપી..! લ્યો હવે કોણ કોણ ગર્વ લેતા હતા રિશી માથે..! હવે તો રિશીની સત્તા પણ કેટલી ટકે એ જોવાનું છે.. કારણ યુ.કે.ની જનતા પણ આશ્ચર્યમાં અને અવિશ્વાસમાં છે.. કદાચ ઓલું સસલું બોરિસ જોન્સન ફરીથી સત્તામાં આવશે..!

બાકી આપણા ઓલટાઇમ ફેવરિટ એસ. જયશંકર સાહેબના વક્તવ્યોથી પ્રભાવિત થઈને યુનાઇટેડ અરબ અમીરાટ્સના એક મંત્રીએ સાડત્રીસ દેશો સામે ભારતની વિદેશનીતિને અને વિદેશમંત્રીને વાખાણ્યા..!

Post a Comment

0Comments
Post a Comment (0)