પ્રીતમ પરદેશી - રાત બાકી છે અને પરોઢ થયું - ભાગ ૮

0
મધરાતે જાગેલો પ્રીતમ ચારેકોર ચકળવકળ ડોળા ફેરવતો જોઈ રહ્યો હતો.. શું થઈ રહ્યું છે… એની આસપાસ પોતે તો પાણી પી બેઠો હતો પછી નીંદર આવી કે બેહોશ થયો… શરીરમાં કાંઈક કળતર જેવું લાગતું હતું, સવારથી ફળફળાદિ સિવાય પેટમાં કંઈ પડ્યું નહોતું. ક્ષુધાતુરને બીજું સુજે ય શું? છતાં આજ નઝારો કાંઈક અલગ હતો..! પેલો ત્રિકાળી આજ ભગવા ને બદલે સફેદ લૂંગી વાળી હતી, કાયમ તો ધૂણીની રાખ અંગે ચોપડતો એના બદલે આજ હાથે, પગે, ગળે આખાય શરીરે ચંદન નો લેપ કર્યો છે, કપાળે કાયમ તો રાખ ઘસી હોય છે પણ આજ ત્રિપુંડ શોભે છે, કાનના કુંડળો પણ બદલી ગયા છે, ગળે પહેરતા તમામ રુદ્રાક્ષ, તુલસી અને વિવિધ પારાવાળી માળાઓના સ્થાને એક માત્ર કાળો દોરો જ છે, હાથમાં કાંડે અને બાજુએ પણ કોઈ બંધ નથી, જટા કચકચાવીને બાંધી છે, સુખાસન વાળીને જ્ઞાન મુદ્રામાં સહજ ભાવથી ધૂણીની પડખે જ આસન વાળ્યું છે. બાજુમાં જ ધખતી ધૂણીના તાપની ઘડીક તીવ્ર તો ઘડીક મંદ છાયા એ ત્રિકાળી યોગીની મુખમુદ્રા પર પડે છે, ત્યાં સહેજ પણ કોઈ રેખા નથી, કોઈ ભાવ નથી.

     પ્રીતમ પરદેશીને તો આ પહેલવહેલો અનુભવ હતો. એને ગૃહસ્થીને તો આમા કાંઈ સમજાતું નહોતું, પણ જોઈને પ્રત્યેક ક્ષણે નવાઈ પામતો હતો. પ્રીતમેં તો સામાન્ય બાળપણ વિતાવ્યું હતું, જુવાની માં ચંદ્રપ્રિયા સાથે આંખો મળી ને સાદગી પૂર્ણ લગન લીધા હતા, પ્રેમાલાપમાં શાંતિમય જીવન ચાલતું હતું, મોટાભાગે વાર્તાઓ માં થાય એમ જ અહીંયા એણે ધંધામાં ખોટ ખાધી ને વિદેશ કમાવા ગયેલો. બોલીવુડીયા હીરો ની જેમ એણે સખત તનતોડ મહેનત કરીને ખૂબ ધન કમાયો ને વિરહઘેલો થઈ પાછો ફરતો'તો. ને આ બાવાવ વચ્ચે આવી પડ્યો..!!

     "એલા, બટુક મહારાજ, તમેને તમારા ગુરુ આજ શેની સ્પર્ધા માંડી છે, બેય એક જેવા જ દેખાવ છો, ફરક ખાલી ઊંચાઈનો છે..!!" સાવ ધીમા સાદે ત્રિકાળી ની સાધનામાં કોઈ ખલેલ ન પડે એમ પ્રીતમે બટુક મહારાજ ને પૂછ્યું.

     "ઘડીક ખમ બચ્ચા, હમણે પતા ચલ જાયેગા." બટુકે ટૂંકમાં પતાવવા પ્રયત્ન કર્યો, પણ પડ્યો રે ઇ પ્રીતમ નહિ..!

     "તે બટુક મહારાજ, હું એમ કહું છું કે તમે આંય જંગલમાં રહો એના કરતાં ક્યાંક ગામ માં કે શહેરમાં જગ્યા કરીને રહેતા હોય તો.! તમારે મથલ તમારા તપ ને ધ્યાન કરવા હાટુ આંય આવા વિકરાળ વનમાં કાં વસો? આંય એકાદ નાનું દીપડુંય હામુ આવી ગયું હોય તો તપ તપને ઠેકાણે ને સીધો હરિધામ નો વાસો થાય હો..!"

     "બચ્ચાં, તુમને કભી સાધુ સન્યાસી પર કોઈ વનચર જીવને હમલા કિયા એસા સુના હૈ? તપ ધ્યાન કે લિયે કિસી જગા કા ક્યાં જરૂરત વો તો કિધર ભી હો શકતા..! તુમ ભી કર શકતે, બસ આંખે બંધ કર અપને હી અંદર અપને કો હી ખોજ, શરૂઆતી કદમ યહી હૈ, બચ્ચા..! ને ગાંવ ય શહેરમેં તો ખતરા ઔર જ્યાદા હૈ, ક્યાં પતા કબ ઇન્સાન હમલા કર દે.. (પાલઘર યાદ હૈ?)"

     "તો તમે લોકો આ અધ્યાત્મ, કે આ બધું તપ સાધના યોગ આસન આની જરૂર શું છે? અમારી જેમ સીધે સીધું કમાવ, ખાવ ને ગુજરી જાવ જેવું જીવન નો જીવી શકો? આ બધી લપ માં પડયાની ક્યાં જરૂર છે? આ બધા મંતર તંતર ને આ ભાતભાત ના ઝાડના મૂળિયાં, ને પાંદડા ને આ જંગલી ફળો ને એવા બધા ના ઉલાળીયા કરો, ને આ રંગ રોગાન શરીર ઉપર કરો, છે શું આ બધું?"

     "બચ્ચાં, તુમ બહોત જ્યાદા સવાલ કરતા હૈ, તુમ બેહોશ હી ઠીક થા.. તુમકો સમજાયેગા લેકિન તુમ્હારા ગજા ટૂંકા હૈ, ઝેલ નહિ પાયેગા.. દેખો એહ હમ જો તપ સાધના કરતા હૈ, વહ હમારે આત્મ કલ્યાણ કે લિયે હૈ, યહ સાધના સે હમેં આત્મા કો ઇસ સૃષ્ટિકે બંધન સે મુક્ત કરના હૈ, યહ શરીર હી ઇસ સૃષ્ટિમે બંધિત હૈ, ઓર મુક્ત હોને કા માર્ગ ભી હૈ. દુઃખ પીડા આદિ ઇસ શરીર કો મિલતી હી રહેગી જબ તક ઇસ બંધન સે મુક્ત નહિ હોતે લેકિન ઇસ સે એ નહિ સમજના કે મૃત્યુ ઇસકા પર્યાય હૈ..!! આત્મા, પરમાત્મા, સૃજન, પ્રલય, જન્મ, મૃત્યુ યસ સબ રહસ્યો કો સુલઝાને કા પ્રયત્ન હી અધ્યાત્મ હૈ..! ઓર ઇસી માર્ગ મેં અવરોધો કો દૂર કરને કો બચ્ચાં હમ કંદ-વનસ્પતિ કા આરોગ કરતે હૈ, જીસસે પાચન ઠીક સે હોતા હૈ, શરીર મેં કોઈ વિકાર ઉત્પન્ન નહીં હોતા, બચ્ચા, હમારી ઘણી ક્રિયા એસી ભી હોતી હૈ જીસમે પાની કા ઉપયોગ વર્જ્ય હો તબ યહ રાખ વગેરે હમ ઉપયોગ કરતે..!!

     આમાં તો પ્રીતમને કાંઈ ટપ્પો પડ્યો નહિ તે નવી આદરી, "ઓલ્યું પટારા વાળું ભૂત કા સંઘરી રાખ્યું છે આમણે? એનોય પરાભવ કરી દેવો તો ને, બચાડું ઈય મુક્ત થાય..!"

     "બચ્ચાં, એ તંત્ર વિદ્યા હૈ, ઇસમે ભૂત પલીત હમ સબ કો બાંધ કે રખતા, એ લોગ વચન કા પક્કા હોતા, તુમ સંસારીઓ જેસા નહિ, ઉગમણે જાને કા બોલકે આથમણે સે નીકલતા..!! હમ લોગ ઇન કો સિદ્ધ કરકે વિદ્યા પ્રયોગ મેં રક્ષણ હેતુ રખતે..!" બટુક મહારાજ.

     "હયશે હાલો ને, પણ આને પયકડું કેવી રીતે?" પ્રીતમને કાંઈ લેવાદેવા નથ તોય પંચાત ભારી.
     
     "બચ્ચા બહુત લાંબી વિધિ હૈ, એ ગુરુજી ને હમકું શિખાયા, વો પટારેમેં પડા હૈ વો ધૂમ્રછાંયા હૈ, ગુરુજીને યહાં સે પશ્ચિમમે અઘોરવન કે ઈશાન કોણ મેં સ્થિત પ્રાગ પીપળ કો હરરોજ જટામાંથી એક વાળ ખેંચકે રાત ભર તામ્બે કે લોટેમેં પાનીમેં ભીગો કે રખા, ઓ લોટા ઉસ અઘોરવન કે અગ્નિ કોણ મેં બડા સા રાફડા હૈ, ઉસકે મૂળ મેં ખોદી હુઈ મિટ્ટી લાકે પૂર્વમે ચારસો કદમ પે પાતાળીયા પાણીકે સાથ આટે કી તરહ ગુંદ કે લોટે પર મલના પડતા હૈ, ફિર પ્રાતઃ ચાર બજે કુ વહાં પીપળ કે પાસ જાકર વહ પાણી પીપળ કે મૂળ મેં પાયા, ઔર ગુપ્ત મંત્રકા ૧૦૮ જાપ કિયા.. ઐસા વિધિ છ મહિને કિયા ઉસકે બાદ એક દિન પાણી દીયે બીના હી મંત્ર જાપ કિયા તભી એ ધૂમ્રછાંયા પ્રગટ હોકે પાણી માંગા તો ગુરુજી ને પાણી કે નામ રક્ષણ કા વચન લે લિયા.. તબ સે એ ગુરુજી કી જગા કા રક્ષા કરતા, કોઈ ઇધર આયા તો ઉસકુ ખા જાતા..!"

     થોડોક ભયભીત તો થયો પ્રીતમ આવું બધું સાંભળીને પણ પ્રીતમેય પ્રીતમ છે હો.. હજી એને પૂછવું તું એટલામાં ત્રિકાળીની આસન વિધીયુ રાત્ય ના તયણ વાગ્યે પુરી થઈ અને ત્રિકાળી એ આંખો ખોલી.. "બચ્ચાં તું સોયા નહિ? અભિતક?"

     "એલા હજી હમણાં તણ કલાક પેલા બાર વાગે તો ઉયઠો, તમે હંધાએ કાંઈક મંતર તંતર કરીને સુવડાયવો તો તે..!"

     ત્રિકાળીએ હોંઠ ને ખૂણે હાસ્ય સંઘરીને કહ્યું, "દેખ બચ્ચા, કાલ રાત્ય તેરા ખૂબ જરૂર હૈ હમકું, પરમદી તું તારી પ્રિયા કને જા શકતા. કાલ રાત કો હમલોગકી એક વિધિ હૈ, ઉસમેં તેરા ખાસ કામ હૈ, ઓ સહી સહી હો ગયા ફિર તુમ તેરે રાસ્તે હમ હમરે..!"

     "એલા બાબા, કાલ્ય ના કંદમૂળ ખવડાવ્યા પછી, હજી તમારા કોઈના પેટનું પાણી હલતું નથી, પણ મારું તો પેટ આંતેડા હોત ઠેકું દીયે છે હો.. આંય ભૂખ ને માર્યે ય નીંદર ઉડેલી છે બાવા..!"

     "અરે બચ્ચા, બોલેગા તો પતા ચલેગા ને.. બટુક, ઇસ્કો થાળ પીરસો."

ને પરોઢને પોણા ચારે પ્રીતમ પાછો કંદમૂળ ને વનફળ આરોગી - કુંવર, સુવર ને કૂતરું પ્રભાતે પોઢે એમ પોઢી ગયો..!! પણ હજી તો રાત્યનું પરોઢ થયું હો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)