પ્રીતમ પરદેશી - રાત બાકી છે અને મહાસાધનાની તૈયારી - ભાગ ૯

0

#વાતનું_વતેસર
#pritampardeshi
ત્રિકાળી બાવો અને બટુક મહારાજ તો યોગીઓ હતા, એમને નિંદ્રા ન નડે, તેઓએ તો પ્રાતઃ કાળ ની સર્વ વિધિઓ પતાવી, એની એજ ધૂણી, એની એજ ચૂંગી, એનું એજ આસન ને એની એજ રીત થી કાર્યક્રમ કર્યો.

     "ગુરુજી, મેં સંદેહ નહિ કરતા પણ એ પ્રીતમ આપણા કાર્ય સંભાળ લેગા? ઉસમેં ધીરજકી બહોત જ્યાદા કમી દિખતી હૈ, લોભી ભી હૈ, દેખોને નામ પ્રીતમ હૈ પણ પ્રીત સે જાજી પૈસે કી પડી હૈ.. નકર ઇતના વખત સે પ્રિયા સે દૂર થા તોય ખોવાઈ ગેલા પૈસો કે ચક્કર મેં ઇધર ઉધર ભટક રહા..!"

     "એસા નહિ હે ચેલા, હમને હી ઇસે ચુના હે આપણા કાર્ય કે હાટુ.. ઇસ્કો અપને કાર્ય કે લિયે કલસે હી હમને તૈયાર કરી દિયા હૈ, કલસે ભુખા રખ કે ખાલી કંદમૂળ ખીલા કર ઇસકી પાચનશૈલી કો સહી કિયા, ઉસકુ વો પાની પીલા કર ઇસકા પુરા શરીર શુદ્ધિકરણ કર દિયા… એ અજ્ઞાની હૈ, ઇસે પતા ભી નહિ ચલા, ઉસ પાણીમે ઉચ્ચાસ્વમાદન બુટી થોડી જ્યાદા માત્રા મેં મિલાકર પીલાયી થી, જીસ્સે એહ બેહોશ હો ગયા ઓર ઇસકે દસો દ્વાર સે શરીર ભીતર કા સારા કચરા મલ ઇત્યાદિ બહાર નિકલ ગયા, ઉસકે પશ્ચાત હમને ઇસકે શરીર કો પાની થી સાફ કર્યા ને બાદ મેં મેધાર્ક કી જડ સે બનાએ તેલ સે મર્દન કર જ્વરયુક્ત(તાવ થી તપ્ત) શરીર કો શાંત કિયા. પહેલે સે અબ ઇસકા ચિત્ત સ્થિર હો રહા હૈ, બટુક ! ચિત્ત સત્વ, રજસ ને તમસ સે બના હૈ, ત્રિગુણી હોનેસે એ સુખદુઃખમોહાત્મક હે, એ ત્રિગુણ સત્વ, રજસ ને તમસ અપનેમેં સે એક પ્રધાન ઓર બાકી દો ગૌણ બનકે શાંત, ઘોર ઓર મૂઢ અવસ્થા ઉપજાવતા હૈ..! ઇસ પ્રીતમકી દિનચર્યા તથા ભોજન મેં બદલાવ કર હમને ઇસકે ચિત્ત કો શાંત કિયા હૈ તો યહ અબ હમારે કાર્યમે સ્થિર બુદ્ધિસે નિર્ણય લેને કો સક્ષમ હોગા..!"

     પ્રીતમ પરદેશીતો એક ખૂણામાં ટાંગા તાણીન ટેસ થી નીંદરૂ ઢયડતો'તો આનીપા આ બે બાવા'વે આજ સાંજ ની વિધિ હાટુ પુરી તૈયારીયું આયદરી.. ત્રિકાળીએ આંખો બંધ કરી મંત્રશક્તિ વડે કર્ણપિશાચીની(ચાહો તે માહિતી આપતું પિશાચ યોનીનું ભૂત, ઇનશોર્ટ "ગૂગલની મોટી માં") ને યોગ્ય સમયાવધિ તથા ગ્રહો, નક્ષત્રોના સ્થાન જાણી લાવવા આદેશ કર્યો પરિણામે ક્ષણ માત્રમાં રાત્રીનો ત્રીજો પ્રહર સર્વશ્રેષ્ઠ હોવાનું જાણવા મળ્યું. ધૂણી વાળો ઓરડો સ્વચ્છ કર્યો એમાં સંધ્યાકાળ થયો અને બટુક મહારાજ તથા ત્રિકાળીએ સંધ્યાસ્નાન કરીને શરીર પર એક માત્ર શ્વેત વસ્ત્ર ની પોતડી વાળી. 

     કમંડળમાંથી પાણી ની અંજલિ છાંટી પ્રીતમને જગાવ્યો. પ્રીતમને તો બે દી માં ઘેન માંથી જાગે ત્યારે બદલાયેલી પરિસ્થિતિની આદત પડી ગયેલી. ચારેતરફ એક અલૌકિક સુગંધને અનુભવાતી હતી. ત્રિકાળી એ એને ઢંઢોળ્યો, "બચ્ચા ! જાગો, તુમ્હારા જરૂર પડ્યા. અભી હમેં હમારી યોગસાધના કરની હૈ, જીસમે તુમ્હારી ઘણી આવશ્યકતા હૈ બચ્ચા."

     "બાબા, માંડીને કરો, આ કટકે કટકે નથી પોસાતું, ને નથ સમજાતું.. જે હોય ઇ મોઢે કયો ને..!!" પ્રીતમથી હવે નો રેવાણું એક તો વરહ દિ નો જ વાયદો કરી આવ્યો તો ચંદ્રપ્રિયાને, ને હવે બે-ચાર દિ બયચા છે એમાં આ બાવા લપ નથ મુકતા..!!

     "દેખ બચ્ચા, હમ જો કહેગા, વો તને સમજ મેં આ ભી શકતા ને નહિ ભી.. મેરા એ ચેલા બટુક મહારાજ, બહોત સમય સે ધ્યાન પ્રાણાયમ કર રહા હૈ, અબ ઇસે ઇસ અવસ્થાસે આગે બઢને કો સિદ્ધિ ચાહિયે, લેકિન એ કમજોર પડ રહ, મુજે ઇસકી મદદ કરની પડેગી, ઇસ લિયે મુજે તેરી મદદ ચાહિયે..!"

     "હા તયે કયો હાલો શેની મદદ જોતી, બંદા ઓમેય તૈયાર છે કે કેમેય આંયથી છૂટે..!! ને મદદ નહિ કરું તો તમારા ભૂત નો ભો..! છટકો છે જ ક્યાં?"

     "એસા નહિ બચ્ચા, અભી મેં જો કહે રહા હું વહ ધ્યાન સે સુન, આજ કી રાત્રી તને જિંદગીભર યાદ રહેગી, હમ આજ જો સાધના કરને વાલે હૈ, ઉસમેં તુજે કુછ જ્યાદા નહિ કરના હૈ, બસ મેરે શરીર કો સંભાળ કે રાખનાં..! મેરા ચેલા અબ ખેચરી મુદ્રા સિદ્ધ કરને યોગ્ય હો ગયા હૈ, લેકિન સિદ્ધ કર નહિ પા રહા હૈ, તો મેં પરકાયપ્રવેશ દ્વારા ઉસકે શરીરમેં જાકર યહ મુદ્રા સિદ્ધ કરું તબ તક તુજે મેરે ઇસ શરીરકા ધ્યાન રખના હૈ..!"

     "શું ? છે શું આ ખેચરી ને પરકાયા પરવેશ? મતલબ તમે તમારું શરીર છોડીને આ બટુક મહારાજ માં ભૂત થઈ ને જાશો એમ?"

     "અરે નહિ બચ્ચા ભૂત થા કે નહીં, સૂક્ષ્મ શરીર દ્વારા..! ભૂત તો મરને કે બાદ હોતા. મેં તો ઉસકે શરીર મેં જા કર ઇસ શરીર મેં વાપસ આઉંગા.."

     "ઇ કાન આનીપા થી પકડો કે ઓનીપાથી - પકડ્યો કાન જ કેવાય, તમારું શરીર છોડો એટલે ભૂત જ થયા ને?"

     "એસે નહિ બચ્ચાં, હર કોઈ ભૂત નહિ હોતા, એ જિંદગી તુમ્હારા પરીક્ષા હૈ, તુમ ઇસમે કૈસ પરિણામ લાતે ઉસપે નક્કી હોગા ભૂત હોગા ને નહિ.. ને બચ્ચા, હમને સાધના સે હમારે સૂક્ષ્મ શરીર પર ધ્યાન કેન્દ્રિત કર ઉસે ઇસ શરીર સે બહાર નિકાલ દુસરે શરીર મેં સ્થાપિત કર શકતે. જબ યહ શરીર જીર્ણ યા શક્તિહીન હો જાયે તથા યોગીકી મોક્ષ સાધના યા ઉસકા કોઈ કર્મ પૃથ્વી પર શેષ રહા હો તબ એસે કંઈ દ્રષ્ટાંત હૈ જીસમે પરકાય પ્રવેશ દ્વારા યોગીને કિસી મૃત શરીર કો પુનઃ ધારણ કિયા હૈ..!"

     "મતલબ તમે અમર છો?"

     "ના બચ્ચા, ઓ અવસ્થા અભી મુજે સિદ્ધ કરની હૈ, મેં તો તબ તક સિર્ફ તુમ કપડે બદલતે હો એસે શરીર બદલ શકતા હું..!"

     "ઠીક તયે, આ તમારા તંત્ર દરમિયાન મારે કરવાનું શું છે ઇ કયો.!"

     "બચ્ચાં, મે ઇસ શરીર કો છોડ, બટુક કે શરીર મેં સ્થાપિત હોઉં તબ મેરા યહ ખાલી શરીરકી તુમ્હે રક્ષા કરની હૈ, કંઈ યોનિ કે જીવ હૈ જો ખાલી શરીર પર ત્વરિત કબજા લેતે, મેરા યહ શરીર મેને યોગસાધના સે બલિષ્ટ તથા જરારહિત રખા હૈ, તુમ્હે ઇસ શરીરકી રક્ષા કરનેકો મેરે શરીરકી પ્રદક્ષિણા કરતે હુએ જળરેખા બનાતી રહેની પડેગી..!"

     "બાવા લક્ષ્મણરેખા ખબર, જળરેખા શું હોય?"

     "દેખ બચ્ચા, મેં તને મેરા કમંડળ દુંગા, ઉસમેં સે પાણીકી ધારા મેરે શરીરકી પ્રદક્ષિણા કરતે હુએ કરની હૈ, ઉસસે કોઈ ભી મેરે શરીર પર કબજા નહિ કર શકેગા."

     "એલા બાવા, ખોબા જેવડું તમારું કમંડળ કેટલુંક પાણી કાઢી લેહે, મારા અડધા આંટામાં તો ખાલી થઈ જાહે..!"

     "નહિ હોગા બચ્ચા, મેને વાર્યનંત મંતર માર્યા હૈ કમંડળ પર, ઉસસે અભી તુમ કોઈ ખાલી હુઆ મહાસાગર ભી ભર શકતે..!"

     "હયશે હાલો તયે આદરો હવે તમારી વિધિ તે ઝટ પતે ને હું ઘરભેળો થાઉં..!" 

આ બધા વાર્તાલાપ દરમિયાન બટુક મહારાજ કાંક ગોઠણીયા ભર બેસીને આંખ્યું ચકળવકળ ઉપર ચડાવીને, જીભડી બહાર કાઢવા વાળું કાંક આસન કરતા'તા. (=સિંહાસન)

રાતના બીજા પ્રહરમાં એક ઘડી શેષ રહી અને મહાસાધના ની તૈયારીયું શરૂ થઈ..!!

(ખેચરી મુદ્રા, પરકાયા પ્રવેશ, કર્ણપિશાચીની આ બધું કર્ણપિશાચીની નો ભત્રીજો ગૂગલ જાણે છે.)

Post a Comment

0Comments
Post a Comment (0)