એવા તે કેવા ગુજરાતી જે લખે નહિ ગુજરાતી..

0
વળી એક દી મોટભાઈ ને શું સૂઝ્યું તે કે' એવા તે કેવા ગુજરાતી જે લખે નહિ ગુજરાતી..
તે મનમોજી નો જવાબ વાંચો..

એવા તે કેવા ગુજરાતી જે લખે નહિ ગુજરાતી.

     મોટા, ટૂંકા ને ટચ માં કહું તો ઇતો લખનાર ની મરજી, લેખન મહત્વનું છે, ભાષા નહિ. ભાષા તો વ્યક્ત કરવાનું સાધન નો કહેવાય? તમારોય મુદ્દો ખોટો નહિ કહું, કારણ ભાષા પણ જીવંત રાખવી એટલી જ જરૂરી છે પણ હાવ આમ ધાક-ધમકી માથે કાં ઉતર્યા મોટા?

     ગુજરાતીમાં નો લખતા હોય એને ગુજરાતી જ નો કહેવાય એવું થોડું હોય? મોટા મારે સવારે ઘરેથી નીકળ્યા પછી સાંજ સુધી હરીયાણવી, મારવાડી ને હિન્દી માં બોલવું પડે છે, દિ' આખો એક, દો, તીન, ઉન્નીસ, પચત્તર ને નાઈનટી એઇટ બોલી બોલી ને હાંજે ઘરે પાણી નું પાની થઈ જાય જમવાનું - ખાના.. ને મોટા એનથીય મોટી કઠણાઈ તો ઇ કે છેલ્લે ગુજરાતી માં આંકડો ક્યારે લખ્યો'તો ઈય યાદ નથી.

     એક વાર એક લોકલ ટ્રાન્સપોર્ટનો ડ્રાઈવર મને કે એક ફોન નમ્બર ગુજરાતીમાં ચિઠ્ઠીમાં લખી દ્યોને, ત્યારે ઇ દસ આંકડા ગુજરાતીમાં લખવામાં તયણ વાર છેકછાક થઈ તે ઓલ્યા ડ્રાઇવરે ત્રાંસી નજરમાં જોઈને મને કે તમે તો ભાઈ બહુ ભણ્યા હશોને?

     આજ લગ વિચારું છું એણે સ્વાભાવિક સવાલ કર્યો કે પછી..!! 

Post a Comment

0Comments
Post a Comment (0)