મોટભાઈ ખોવાઈ ગયા તા, તે એક ગુરાભાઈ ભટકાણા, એ કહે :- એ અંતિમ પાંદડી ગુલાબની..
મનમોજી નો મોફાટ જવાબ :-
એલા હંધેય ગુલાબ જ કા? કોક બારમાસીનેય બિરદાવો..
એલા આ પ્રેમનું તો કાંઇ ઠામઠેકાણું ખરું કે નહીં? પ્રજા એ હલવી જ માર્યું છે પ્રેમ…! કોઈ કે પહાડ જેવો પ્રેમ, કોઈ કે ખળખળ વહેતા ઝરણાં જેવો પ્રેમ, આ લોકો કે એમ ગુલાબ જેવોય પ્રેમ.. નક્કી કોણ કરશે કે પ્રેમ કેવો?
વાંધો નહિ , ગુલાબ જેવો કીધો છે તે હયશે હો.. આપણે જાજું પ્રેમ માં જાણવી નહિ, જેવો હોય એવો.. હોય કદાચ જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ કીધી છે એટલે કદાચ જેવો વહેમ એવો પ્રેમ પણ હોતો હયશે..!! બાકી તો ઠાકર કરે ઇ ઠીક…!
ગુલાબ ના કેટલા પ્રકાર આવે હેં? રાતું, પીળું, ધોળું, લાલ, ગુલાબી, અધૂરામાં પૂરું લગભગ કાળુંય ગુલાબ આવે હો. તે આવડા પ્રકાર ના ગુલાબ છે તે પ્રેમેય આવડા પ્રકાર માં આવતો હયશે ને?
વળી દહ-બાર ગુલાબ ભેળા કરીને પુષ્પગુચ્છ(બુકે) તૈયાર કરી ને દેવાય તો પ્રેમ નો ય ગુચ્છો થાતો હશે? જસ્ટ પૂછીંગ..!
ગુલાબ ભેળા કાંટા હોય એમ પ્રેમ મા ય ડખા હોય. આપણ ને તો ખ્યાલ જ નથી, પ્રેમ નો (ઘુઘા-ઘુઘી વાળો)..
ઓલ્યું કે એમ હમ તેરે લિયે જાન નિસાર કર દેગે.. એલા ભાઈ પાણી વાળવા માં ધ્યાન દે, નકે શેઢે છીંડું થાહે..!
ને આ મહામાયાવી મોબાઈલ આયવો તેદુનોતો મોબાઈલ સ્માર્ટ ને માણહ ઢ થિયો હો, પ્રેમ .. પ્રેમ.. પ્રેમ.. નવા નવા સંબંધો ની શરૂઆત થાય, ને હજી નવું નવું આકર્ષણ થયું હોય, એકબીજા ના કોન્ટેકટ નમ્બર ની આપલેત થઈ હોય, ને એય ને ઘુઘો અમારે વાડીએ આંબલી હેઠે બેઠો બેઠો ફોન હામુ ટગર ટગર ડોળા કાઢતો હોય ને.. એટલા મા ઘંટડી વાગે "ચુરા લિયા હૈ તમને જો દિલ કો.." ને આંય લીલું બટન દાબીને ઘુઘો કે "હેલો.."
ને હામે થી અવાજ આવે ઇ પેલા જ ઘુઘાની ઘૂઘરી ય બોલે "હું કરો"
"કાંઈ નહિ પાણી વાળું"
ત્યાં ઓલીય હું કે ખબર?...
એલા તમને કોક ની પંચાત માં બહુ રસ.. ઇ ઘુઘો ને ઘૂઘરી નવા જોડલા છે એને જે વાતું કરવી હોય ઇ કરવા દ્યો. બાકી પ્રેમ ગુલાબ જેવો હોય તોય ભલે રયો, ને કાદામા સુતેલી ભેંસ જેવો હોય તો ય ભલે રયો, આપણે થી પંચાત મા પડાશે નહિ..!!