જિંદગીનું ફૂલ

0
વળી એક દિવસ મોટાભાઈ કહે, "જિંદગીનું ફૂલ"
ને મનમોજીએ ફૂલ વેર્યા એ તમે વાંચો..
     ક્યારેક ક્યારેક મોટા સમજાતું નથી કે આ જીવન ફૂલ છે, ફૂલ છે કે ફૂલ (flower, full, fool,)

     હવે તમે કયું ફૂલ કયો છે ઇ ખબર નહિ પણ મારી જિંદગીમાં આ ત્રણે ફૂલ છે..!! યુવાવસ્થા કદાચ flower વાળું ફૂલ હશે, પ્રૌઢ એ જવાબદારીનું full અને વૃદ્ધાવસ્થા ને હંધાય fool ગણે જ છે એમાં કેવની જરૂર જ ક્યાં છે..!!

     તે એય ને ઢોલિયો ઢાળીને, આજ તો સવારના પોર માં વાડીએ બેઠો બેઠો આ લખું છું. ખરેખર હવે તો લાગે છે કે જીવનાનંતે ફૂલ તરે એ પહેલાં આ ત્રણે ફૂલની અવસ્થાઓ ભોગવી જ હોય છે ને માણસે, ને હું વિચારવંત હતો એટલા માં જ ડાઘીયું આવ્યું, "એય બિસ્કિટ લાયવો?"

     "આણે લોહી પીધું છે એક તો, બિસ્કિટ બિસ્કિટ.. બીજી વાત નહિ. હાલ તને 'ફાઈવનીર' મૂકી આવું, ન્યા ફેકટરી છે બેકરીવાલના બિસ્કિટ ની.."

     "નહિ હો, તું જ જા, ન્યા તો ધોળા દીયે ગોળીયું વછુટે છે..!!, રોકેટ લૉન્ચરથી તારામન્ડલ થાય છે.. મફતમાં..!!"

     "હાલ્યા રાખે ડાઘીયા, માણહ જીવન છે, કાલ જ તું જ્ઞાન દેતો તો ભૂલી ગયો?"

     "હા, બુદ્ધિશાળી રયા ને તમે લોકો. વાપરો ક્યાં ? કોકના બુચ મારવામાં..!"

     "માપમાં રે એય, એક કૂતરું થઈને અમને માણહગીરી શીખવાડીશ?" (મોટા, લખવા નથી દેતું આ ડાઘીયું, આવતાંવેંત માણહ આમ ને માણહ તેમ.)

     નહિ માને ઇ, એમ ધારીને અમે ઉપડ્યા દિલ્લી, બેકરીવાલની હેડઓફિસે દસ્તક દીધું. ત્યાં તો ધોડીને બેકરીવાલ ડાઘીયાને ભેટી પડ્યો. "અરે આવો આવો, ડાઘીયા સાહેબ તમારું ઇ પિંડી પકડવું મને ઘણું લાભદાયી નીવડ્યું, ને એ સભા સંબોધને તો મારા ભાયગ ઉઘાડી નાખ્યા, પેલા તો અમે ખાલી અહીંયા હતા, હવે તો અમે નેશનલ લેવલ ઉપર ફેક્ટરી સ્થાપીએ છીએ..! ભારતના 'સો-યુનિકોર્ન' લક્ષ્યમાં અમારુય યોગદાન નોંધાશે. બધો આપનો જ પ્રતાપ છે."

     "એતો ઠીક છે સાહેબ, પણ બિસ્કિટ દેવડાવો નવા, આ ઠેઠ સોરઠ થી આંય હુધી ધક્કો ખાધો છે."

     "હા હા, હમણાં દેવડાવી દઉં" એમ કહીને બેકરીવાલે બેલ વગાડી એક ભાઈ આવ્યા, "મફતભાઈ, ત્રણ મણ બિસ્કિટ બાંધી દ્યો આમને."

તે એલા ડાઘીયું તો ઉપાડે નહિ કાંઈ ને ત્રણ મણ બિસ્કિટનો ભારો ખંભે નાખીને અમે તો થયા હાલતા. હું કઉ હાલને ભેગોભેગ ઉદેપુર ના તળાવ જોતાજાએ, બીજે ક્યારે નિકળશું આની કોર, તે અમે તો ઉદેપુર ઉતરી ગયા, એક છોટાહાથી માં બિસ્કિટ ને ડાઘીયું ચડાયવું, ને ડ્રાઈવર પાંહે હું બેઠો.

     "એલા ગજા, તું આયાં? ને છોટા હાથી હાંકે?"

     "શું કરું મનમોજીજી, ન્યા મારું ફૂલ દગા ખાઈ ખાઈને કરમાઈ ગયું'તું, ને આયાં તો ઘણી ગોરીમેમો ફરવા આવે છે એટલે કોઈ સાથે તો મારો પ્રેમ સંબંધ જરૂર સ્થપાશે."

     "હશે ભાઈ હાલ, કોક હારા-માંહ્યલા તળાવે લઈ લે, બોટિંગ કરવું છે.."

     તે મોટા, ગજા એ અરવલ્લીની ટેકરીયુંમાં ગાડી હાયકી, એવી હાયકી એવી હાયકી કે એક વળાંક માં ડાબેને બદલે જમણે વળી ગયો.. ને ભાઈ અમારા જીવન ફૂલ ની પાંદડીયું ખાઈ મા ખરી.. ઇ તો હારું કે નીચે તળાવ હતું તે પાણી મા જ પડ્યા. ને ગજો કે, "અમારું આ ચતુશ્ચકરી હવે નૌકા બનીને આપશ્રીઓ બોટિંગ કરાવવા પણ સમર્થ છે" ને એનું છોટાહાથી હોવરક્રાફ્ટમાં ફેરવાઈ ગયું. "ગજા, 'ધૂમ' ઓછી જોયા કર, તું કોક નો જીવ લઈશ હો..!!"
    "પણ ડાઘીયાને ભારી મજા આવી, ઇ વાંહે ઠાઠા માં બેઠું બેઠું બિસ્કિટ ઉલાળતું'તું." ગજા એ જેક સ્પેરો જેવી ટોપી પેરી નકશો કાઢ્યો ને હોકાયંત્રથી દિશાઓ દેખવા લાગ્યો , ઉદેપુરના તળાવમાંથી નાળા વાટે એણે તો સાબર નદીમાં ઝંપલાવ્યું, ભેગોભેગ હરિ હરિ કરતો હુંય ઇ છોટાહાથી કમ હોવરક્રાફ્ટમાં ઉલળતો'તો. સાબર નદી માં જ, અમદાવાદ લગી પુગ્યા ને, ન્યાથી ખંભાતના અખાતમાં નાખીને મહુવા ઘોઘા ફેરવી ને દિવ લઈ આવ્યો ના બબ્બે બોટલું પાઈને 'ફૂલ' કરીને, પાછું સોરઠમાં દાખલ કરી દીધા..

લ્યો તયે અમારી જિંદગીનું ફૂલ આવું હતું.. તમારું ક્યો..!!

Post a Comment

0Comments
Post a Comment (0)