પ્રીતમ પરદેશી - રાત હજી બાકી છે - ભાગ ૨

0
રાત બાકી છે.. હજી..
     ગજો અમારે થોડુંક સાહિત્ય પીરસી ગ્યો તો ને એનું એ આપણે છાપી ને ગુરા ને દઈ દીધું'તું, પણ પછી આપણો રુગો આયવો'તો.. મને કે "શું કરો મોજીજી"

     હું કવ એલા આપણા નામ માં જ "જી" ઓલરેડી છે, તું વધારાનું ઉમેર્ય માં.

     ત્યાંતો એની મુરટી લૂલી ઉપડી હો, "એવું ની ચાલે, ગજે હું કિઢું'ટુ? કંઈ વારટા-બારટા કિઢી કે?"

     ઓલા સાહિત્યિક ઘા હજી રૂઝાણાં ન્હોતાં ને ન્યાં આણે "ત ને ટ" કરી ને મારી સમજણની વાડીમાં છુટ્ટા ઝેબરા ચરવા મૂકી દીધા.. (હવે ઝેબરા ક્યાંથી આયવો અહીંયા એવું કોઈ નો પૂછતાં, અમારો રુગો અમિતા બેન નું ખડ ખડ પાંચમનું વેમાન ડુબાડી આયવો ને તયેં વળતા આફ્રિકા થી ગજવામાં(ખિસ્સામાં) નાખતો આયવો તો.)

     તે ભાઈ આપણે તો ગજા-કથિત વર્ણનો આને વંચાયવાને તે ગુરા ભાઈ આનેય મોજ છુયટી, મને કે "મેં ભી લખવાનો આની આગળ હું આવહે એ".

     હવે સવારનું શિરામણ કરી ને, ઘાસલેટ વાળી રાજદૂતને કીક મારી ઇસ્ટાર્ટ કરી ને વાડીયે પુયગો નો પુયગો ન્યા તો રુગો પેલે થીન પીપળ હેઠે બેઠેલ ડાઘીયા હાર્યે રમત્યું કરે. 

     હું કવ "એલા હવાર-હવાર મા આંય ક્યાંથી?" 

     "અરે હું કરું, મને કાલ રાટ ની નીંડર જ ની આવી."

     "કાં ભાઈ તને શેની નીંદર ના આયવી? ને આપણે ગજાયેલ શીખવેલ દુહો ઠપકાયરો,

          "નીંદર ના'વે ત્રણ જણા, કહો સખી કિયા?
          પ્રીતવછોયાં, બહુરણાં, (કાં) ખટકે વેર હિયા"

     તે ઇ કે "આપણે ત્રણ મહી એક માં પણ ની આવા"

     "તો તને નીંદર કા ન આયવી ભાઈ?"

તે ઇ કે "હાંભળો ની મેં એક વારટા કેવા."
    "એક જવાંમર્દ હટો.."

     "વાર્તા ની શરૂઆત માં જ હટાવી દીધો?" મેં વચ્ચેથીન જ વાત કાયપી.

     "એલા હાંભળોની લાલા, મેં વારટા લયખી હુટી, હટો એટલે હતો"

     "ઠીક, તયેં કે ભાઈ આગળ, મોટેશ તો છે નહીં, નિંદામણ થાવાનું નથ, તારી વાર્તા જ હામભળી લેવી, બીજું શું..!!" મારી રજામંદી મળતા જ એણે ધપાયવી..

    "એક જવાંમર્દ હટો, પોટાની રુડી રૂપાળી પટની ને આંય દેશમાં મૂકીને વિડેશ ગયેલો, કમાવવા જ સ્ટો, બીજું તયેં જઈ ને હું કળવાનો? ટે એતો લાગલો જ ઘણું બઢું કમાઈ ગયેલો હોં કે..! પછી એનેય એક ડી ઘરની યાદ આવે કે ની? ટે એનેય ઘરે આવવાની ઈચ્છા થયેલી, તે સોનાની લગડી, ને રાણીની છાપ વાળા સિક્કા, ને એવું ટો ઘણુંબધ્ધું એ ભેગું લઈ ને નીકળેલો, ટે રસ્ટા માં એક ગામ આયવું હો કે. રાટ પડી ગયેલી ને ટે ઇ એ એક ઢરમશાળા હોયઢી, કે રાટ તયી જ રોકાઈ જવાનો. ટે એ ઢરમશાળા માં એક બાવોય હુટો હો, જેવો તેવો બાવો ની મળે એ, ઘણો ગીનાની બાવો હો કે. બાવો કે "બચ્ચાં, ઘણું કમાકે આયા હૈ બીદેશ સે? તેરી ઘરવાલી તેરી રાહ દેખરી બચ્ચાં" ટે પેલા પરડેશી-પ્રીતમ ને બાબા માં ઇંટ્રેસ પયડો. "બાબા, વિડેશ ગયો ટો કમાવા, પણ ત્યાં એકલો કંટાળી ગયેલો બાબા, જેટલું કમાયો એટલું લઈ ને મેં ઘરે જતો છે."

      "બચ્ચા, મેં દેખ શકતા હૈ, તેરા બીબી ઉધર ચાંદ કો એલફેલ બોલતા હૈ, તેરેકો બહોત યાદ કરતા હૈ, તેરે બંગલે મેં ઝરૂખે બેઠા બેઠા તેરા જ રાહ દેખતા હૈ."

     ને પેલો પ્રીટમ તો હવે હરખઘેલો ઠયેલો હોં કે.. "બાબા મેં અટારે જ ઘરે જાવા."

     ટે બાબા એ હું કિઢેલું ખબર? હુઈ જા ને છાનોમાનો રાત હજી બાકી છે બચ્ચા...

Post a Comment

0Comments
Post a Comment (0)