"બસ એક સ્મિત"
#વાતનું_વતેસર
કાળા ડિબાંગ વાદળાં થયા છે મોટા! કપાસનો મોલ ઉતરે, ગાડી ભર્યા ને જિન માં જાય ન્યા મોટા મોટા ઢગલા ખડકાઈ જાય રૂ ના, નસ માથે કોક કૃડ નું બેરલ ઠાલવી દે, પછી ઇ સુકાય ને કાળા રૂ નો ઢગ જેવો હોય એવો જ અટાણે આભમાં મંડાણો છે..! પણ ટીપું એક નથી પડતું..! બે તણ દી થી આભમાં બપોર પછી આ બંધાય છે, ને અંધારું થયા પેલા વિખાઈને વયા જાય છે..!! મોટા વિચાર-વાયું ઘણો પીડાદાયક છે હો..! એક ઠેકાણે ઠરીને ઠામ નો થાય આ મન, ને આપણે રહ્યા મનમોજી તે મોજ નો હોય તોય લાવવી પડે.
હવે મોટા તમે આ સ્મિત કીધું, એટલે હંધાય "તારું સ્મિત તારું સ્મિત" કરવા માંડ્યા, મોટી મોટી ઉપમાઓ થી શબ્દોનો શણગાર કરવા માંડ્યા, હંધાયે બોવ હારું હારું લખ્યું હો..!! મોટેશ સૌને દહ માંથી દહ દે એવી પ્રાર્થના..!!
તે મોટા આજ કાંઈ ખાસ ઉકલતું નથી, કા તો તમે ગઈ કાલ્ય ને પરમદીની પોસ્ટમાં કોઈ લાઈક કોમેન્ટ કે હાઇલાઇટ નો કરી ને એટલે કદાચ આવું થતું હશે,..,
"તમારી લાઈક નો અફીણી,
હાઈલાઈટનો બંધાણી,
તમારી કોમેન્ટની પાછળ પડતો એકલો...!!"
મોટા, તમે જે કેપશનમાં હેશટેગ આપો છો ને એમાં જ બધાંયના કોલેબ આવે.. પ્રતિભાવ ખોખા (કૉમેન્ટબોક્સ) માં મારા જેવું કોક ડન લખતા ભૂલી ગયું હોય એને તમે ભૂલી જાવ એવું થોડું હાલે? જમાદાર છો તો પૂરું ચેક કરો.. નકર હું મારી જૂની વાર્તાયું ચાલુ કરીશને એમાં તમને પાછા વાડીએ દોડાવીશ હો..!!
મોટા આજ કાંઈ લખવાનું ઉકલતું નથી..! ટીવી વાળાય રશિયા યુક્રેનના સમાચાર નથી દેતા, યુટ્યુબ વાળા ય ભૂલી ગયા..! ઓલ્યા આરબ દેશો ઠેકડે ચડ્યા'તા એનેય દાઢીવાળા દાદા એ બેહાડી દીધા, કાંઈ નવા-જૂની ય થાતી નથી, સુંદરેય હમણાંથી જેઠાને કનડતો નથી, ધરતી તો ઠીક અવકાશ મે શાંતિ છે, એવેન્જરો ય નવરા બેઠા 'અડકો-દડકોને પાંચીકે' રમે છે..!
કાંઈ નથ ઉકલતું મોટા, આજ હતું એ વપરાય ગયું, ને એના માથે મનમોજી પણ આવતું નથી..!!
જોશું હાલો નવું કાંક ઉકલશે તો છાપી મારશું, આપણે ક્યાં રિફિલ ની શાહી ખૂટે છે..!!