અનોખો મિજાજ
મિજાજ આમ તો મોટા સૌ નો નોખો જ હોય.. પણ સરખા મિજાજીઓ ના મનમેળ જપાટે થાય હો..!! તો હાલો મિજાજ ની જ માંડીએ..!
સ્વભાવ, પ્રકૃતિ એટલે જ મિજાજ, અભિમાન અને ગર્વ, વળી ગુસ્સો પણ મિજાજ તરીકે જ ઓળખાય છે..! ટેસ્લા - એનો માલિક ઇલોન મસ્ક. આ પણ અનોખા મિજાજનો માણસ છે..! ટ્વિટર લેવું છે, નથી લેવું, લેવું છે, નથી લેવું, ને હવે પાછું લેવું છે..!! અઘરી આઈટમ છે હો આ..! અત્યારે વિશ્વનો સૌથી ધનિક માણસ છે, અને આડેધડ સ્ટેટમેન્ટો ઠબકારે છે એલા. થોડાક દિ પહેલા કહે, રશિયા એ કબજાવેલ યુક્રેની ભૂમિમાં યુ.એનની હાજરીમાં જનમત કરાવો, જેને મત મળે એને ડોનાસ્ક અને લોહાન્સક ના પ્રદેશો સોંપી દો, અને ક્રાઇમિયા રશિયાનું જ રહેશે..! એલા આને કોણ આવા ડબકા મુકવાનું કે' છે? ધરાણો નહોતો તે વળી થોડાક દિ પેલા કહે, 'તાઇવાન ચાઇના ને સોંપી દ્યો, જો વિશ્વને યુદ્ધથી બચાવવું હોય તો..! અને તાઇવાનને હોંગકોંગ જેવા સ્પેશિયલ રાઇટ્સ આપો. (આપણે જેમ જમ્મુ અને કાશ્મીર રાજ્ય ને ધારા ૩૭૦ પહેલા હતા એમ..!) હવે આવા પ્રો-ચાઇના વાળા સ્ટેટમેન્ટ્સ માં અમથે-અમથા નથી દેતો, તેનો ટેસલાનો મોટો પ્લાન્ટ ચાઇના માં જ છે..! નકુચા માં આંગળી છે એની..! એટલે આવો દેખાડાનો મિજાજ મામુલી છે..!
હજી એક અઘરો મિજાજ છે, આ સામુહિક મિકાજ છે, વ્યક્તિગત નથી. એ છે પશ્ચિમી દેશો..! જ્યારે જ્યારે ભારત પાસે કોઈ કામ કઢાવવું હોય ત્યારે ત્યારે તેઓ ભારત પર દબાણ બનાવવા કાશ્મીર નો મુદ્દો ઉપાડે છે. રશિયા યુક્રેન કૉંફ્લિક્ટ જ્યારથી શરૂ છે, ભારતે પોતાનો પક્ષ રજુ કરેલ જ છે કે ભારત બંને માંથી એક પણ પક્ષ માં નથી માત્ર શાંતિ ના પક્ષ માં છે.. પણ આ કૉંફ્લિક્ટ માં ઘણા દેશો પોતાનો લાભ/સ્વાર્થ સાધવા આ ભડકો ઠરવા નહિ દે..! છેલ્લા કેટલા સમયથી પશ્ચિમી દેશો ભારતની જીહજુરી કરતા હતા, ભારતનું આંતરરાષ્ટ્રીય વધતા કદ નો સ્વીકાર કરતા હતા, તેઓ અચાનક બદલવા લાગ્યા હોય જાણે..! અચાનક જ અમેરિકા પાકિસ્તાનના F-16 અપગ્રેડ કરવા રાજી થઈ ગયું, જર્મનીના ચાન્સેલર કાશ્મીર ના મુદ્દે પાકિસ્તાનનો સાથ આપવા રાજી થઈ ગયા, અમેરિકાના પાકિસ્તાની એમ્બેસેડર POK માં જઈને ટ્વિટર પર આઝાદ કાશ્મીરની મુલાકાતો વર્ણવવા લાગ્યા..! વૈશ્વિક રાજનીતિ માં કોઈ પણ દેશ મિત્ર હોતો નથી. આ બધું થઈ રહ્યું છે યુ એન માં પાકિસ્તાન નો રશિયા વિરુદ્ધ વોટ મેળવવા..! એક તિરથી બે નિશાન, ભારત પર દબાવ પણ બને, અને પાકિસ્તાનની ખુશામત પણ..! હવે પાકિસ્તાન પશ્ચિમની આટલી મદદ લીધા પછી પણ દગો દે તો નવાઈ નથી..! પાછું વેસ્ટ ને ભારત માં રસ હોવાનું એક કારણ ભારત નો વિશાળ વિદેશી હૂંડિયામણ નો ભંડાર પણ છે.. એના કારણે આવતા વર્ષમાં બધા દેશોની GDP 3 ટકા પર નહિ કરે અને ભારતની 6 ટકા ને પાર કરશે, IMF નું માનવું છે આવું.. આ છે મિજાજની માયાજાળ..!
હજી એક અનોખો મિજાજ છે, આપના વિદેશમંત્રી એસ. જયશંકર સાહેબ..! આ વ્યક્તિત્વ ના તો શું વખાણ કરવા.. ગજબ છે..! સુષ્મા સ્વરાજના વક્તવ્યોથી હું ઘણો પ્રભાવિત થયો હતો. (*ખાસ કરીને યુટ્યુબમાં એક સંસ્કૃત વિષય પર છે.) અને એમના પછી આ સાહેબના. કોઈ ને પણ મોઢેમોઢ ચોપડવું હોય તો આમને આગળ કરો. પશ્ચિમી દેશો આમના માટે એક શબ્દપ્રયોગ કરે છે, "ટ્રુથબોમ્બ વરસાવનારા." આપણે ઘણી વાર એવું સત્ય બોલવાથી બચતા હોઈએ છીએ જેમાં સામેની વ્યક્તિને ખોટું ન લાગે. પણ વૈશ્વિક રાજનીતિમાં જ્યાં પોતાનો લાભ એકમાત્ર લક્ષ્ય હોય ત્યારે જયશંકર રીતસર ના ટ્રુથબોમ્બ નો વરસાદ વરસાવી દે છે..! પશ્ચિમની માનસિકતા એવી છે કે એમને ના અથવા વિરોધના સુર પસંદ નથી. ભારતની પોતાની સ્વતંત્ર ફોરેઇન પોલિસી છે, તે પ્રમાણે તે વર્તે છે ત્યારે પશ્ચિમી દેશોના મિજાજ ને જે મરચા લાગે છે એ નથી કહી શકતા કે નથી સહી શકતા..! સાહેબ ઑસ્ટ્રેલિયાન પ્રવાસે હતા, કોઈ મીડિયા એ પૂછી લીધું કે તમે રશિયાનો વિરોધ શા માટે નથી કરતા, QUAD અને I2U2 જેવાના સભ્ય હોવા છતાં ત્યારે આ સાહેબે મોઢેમોઢ જ કહ્યું, જ્યારે ભારતને સૌથી વધુ કોઈના સાથ સહકાર ની જરૂર હતી, આઝાદી બાદ ભૂખમરીની હાલતમાં શસ્ત્રોની ઉણપ હતી ત્યારે પશ્ચીમનો એક પણ દેશ સગો થયો નહોતો અને રશિયા એ ભારત માટે હથિયારોની આપુરતી કરી દીધી. ચાહે ak47 હોય કે ડ્રેગન સ્નાઈપર.. ભારતીય સશસ્ત્ર દળો રશિયન હથિયારોનો ઉપયોગ કરે છે હજી. અમેરિકન F16 ભારત પાસે હજી પણ નથી, જો કે હવે તો એ જુના થયા પણ વાત થાય છે. આ છે વટ વાળો મિજાજ..!
હમણાં એકાદ બે દિ પહેલા, એક યુટ્યુબ વિડીઓ જોયો..! એમાં એક નવીન તર્ક જાણ્યો પાકિસ્તાન આજ જે કાંઈ પણ પદ પર છે તે એકમાત્ર અફઘાનિસ્તાનને કારણે..! છે ને આશ્ચર્યજનક તથ્ય - પણ હકીકત પણ છે, રશિયા અફઘાનિસ્તાનમાં ઘુસ્યું ત્યારે અમેરિકાને કઠપૂતળી ની જરૂર હતી, એ ભાગ આણે ભજવ્યો, એના બદલામાં અમેરિકા થોડી ઘણી યુદ્ધ સામગ્રી અને નાની-મોટી એઇડ પાકિસ્તાનને આપે છે, ને આનો કટોરો છલકાઈ જાય..! વળી કટોરો ખાલી થાય ત્યારે ખખડાવતા ચીન કે સાઉદી ને અમેરિકા ની ઝોળી માં પડવા માંડે..! આ છે પાકિસ્તાનનો ભીખમગો મિજાજ..!
પુતીનની માંડું? કે મા-શી જીનપિંગની..!! ચાઇના માં ઘણા વર્ષો બાદ રેરેસ્ટ કિસ્સો નોંધાયો. ચીનાઓએ શી જીનપિંગ ને દગાબાજ કહીને વિરોધ નોંધાવ્યો.. લોકો સડકો પર ઉતર્યા, બેનરો લઇ લઈ ને, જીનપિંગ દગાબાજ હોવાનું કહેતા, અને આશ્ચર્યની વાત એ છે કે એ ચીન જેણે ભૂતકાળમાં વિધાર્થીઓને રસ્તા પર ઉભા રહીને વિરોધ દર્શાવ્યેથી આર્મી ટેંકો વડે તે છોકરાઓને કચડી નાખ્યા હતા, એની હજી કોઈ પ્રતિક્રિયાના સમાચાર આવ્યા નથી..! આ છે ભૂખડો મિજાજ..!
આ જગત જમાદાર અમેરિકા.. આના મિજાજનું તો શું કેવું એલા.. એમાં ય જો બાઈડેન.. ખરેખરી વૃદ્ધાવસ્થામાં આમણે સત્તા લીધી છે, બોલે કાંઈક છે ને કરે કાંઈક છે..! બચારા વકતૃત્વ દરમિયાન હાંફી જાય છે, ખાંસી ચડી જાય છે, હાલતા હાલતા ગોથું ખાઈ જાય છે ને કીડી મરી ગઈ કહીને ઉભા કરવા પડે છે.. સાઇકલ ચલાવે ત્યારેય ભફ થઈ જાય છે..! ડાબે જવાનું હોય તો જમણે જાય છે, કઈ હાથ મિલાવે તોય કંફુઝિયા જાય છે..! આ છે ખોડીયો મિજાજ...!!
હજી મોટા કોઈ ના મિજાજ જાણવા હોય તો કેજો.. બાકી આજ આટલું ઘણું મોટા..!
*****