મારા જ હસ્ત વડે મોબાઇલની સ્ક્રિન પર અક્ષરો લખ્યાં એટલે હસ્તાક્ષર કહી શકું કે નહીં એ તમે નક્કી કરશો..!

0
હવે ક્યાંથી લખવાની શરૂઆત કરવી મોટા? બસ થોડાક દીનો તમારો સાથ છે..!! ખબર નહિ, ખરેખર મને કાંઈ લાગણી ઉદભવતી નથી. નથી દુઃખ થઈ રહ્યું કે નથી સહાનુભૂતિનો ભાવ..! હા, ખાલી અહીંયા અમુક જણ વાંચવાના રહી જશે કદાચ..! 

કુંજડા જાણો તમે મોટા? કુંજડા- કુંજલ નામનું પક્ષી હોય, મોટી લાંબી એવી ચાંચ હોય ને ઝુંડ માં રહેતું પક્ષી છે. કુંજડાનું ટોળું ઉડયું જાતુ હોયને માંડવી/મગફળીનું ખેતર ભાળી ગ્યું.. તો બસ.. એ ટોળું વિઘો એક ઘડીક માં સાફ કરી નાખે..! હુંય કુંજલ ની જેમ જેની આઇડી માં ગળતો, એની એક હાર્યે ચાલી-પચા પોસ્ટ્સ તો વાંચી નાખતો..! અમુક ને નોટિફિકેશન પેનલ ભરાતી એનું દુઃખ થતું.. અમુકને સારું લાગતું અને અમુકને જાસૂસી જેવુય લાગતું..! ઓલ્યો બાઘો કે' એમ "જેસી જીસકી સોચ." 

બે ત્રણ દી થી સમાચારો માં એક-બે મુદ્દાઓ એકધારા આવે છે.. એક છે પાકિસ્તાન, બીજા બોલીવુડના બાલિકા આલિયા ભટ્ટ.. પાકિસ્તાનમાં તો ઠીક છે, ગૃહયુદ્ધ થાવું થાવું થાય છે ને.. ઠરી જાય છે.. ઇમરાનખાનને એક જણે ગોળી મારી દીધી.. મારી તો મારી પણ પગ માં તે.. ઇમરાનમિયાં બચી ગયા..! ડખો તો હવે થયો.. કેમકે ખાન સાહેબ કહે છે ગોળી આઈએસઆઈ એ મરાવી.. ને અમુક જણા એવું કહે છે કે "સહાનુભૂતિ" માટે ઇમરાને પોતા પર ગોળી ચલાવડાવી..! હું તો કહું છું, સિંધ ને આપણામાં લઇ લ્યો, નગરપારકર થી માંડીને કરાંચી સુધી, ઓલી બાજુ પંજાબીઓનેય આવવું હોય તો છુટ છે, નકર કેનેડા વાળાવને કેશુ તમે લઈ લ્યો..! ઉત્તર-પશ્ચિમતો આમ પણ તાલિબાન અને ટીટીપી કન્ટ્રોલ કરે છે, બચ્યું બ્લોચિસ્તાન.. એમની હાલત ઓમેય શીખો જેવી છે, થોડાક પાકિસ્તાન માં છે થોડાક ઈરાન માં..! એટલે ઇ ભલે ઈરાનને ઘચકાવ્યા રાખે..! હવે આપણે હાલીયે બોલીવુડમાં..!

આ @#*@# બૉલીવુડ.. શુ કહેવું..? આલિયા ભટ્ટે લગ્નના સાત મહિના નથી થયા, ને બાળક જન્માવ્યું. પાછા સમાચાર વાળાવ ને તો જાણે રણબીર આવીને હાથોહાથ વધામણી આપવાનો હોય એમ ઠેકડે ચડ્યા. આવા સમાચારોને દાબવાનહોય એનેબદળે ઉજાગર કરે છે. આલિયા ઘણાં ઓની રોલ-મોડલ છે.. હા, લક્ષ્મીબાઈના દેશ માં જ..! લગ્ન પહેલા જ ગર્ભધારણ કરવું એ આપણા સંસ્કારોમાં તો નથી..! સોળ સંસ્કારોને જાણતા જ નહીં હોય ને આ લોકો..! અરે ન જાણતા હોય તો પણ આમ.. યૌવનાઓ આમાંથી શુ શીખ લેશે? એલા એની પાસે તો અખૂટ રૂપિયો છે, કદાચ રણવીરે લગ્નની ના પાડી દીધી હોત તો પણ એ રૂપિયાને જોરે પોતાનું અને સંતાન નું નિર્વહન કરી શકેત. મહિલા સશક્તિકરણ કઈ બાજુ જઇ રહ્યું છે? એલા ઓલું પણ હમણાં ફેમસ થયું છે. દંપતીઓ સિલ્વર ને ગોલ્ડ ને કોપર એનિવર્સરી ઉજવે છે..! આની પાછળનો હેતુ જાણ્યા વિના.. આંધળું અનુકરણ..! પશ્ચિમમાં સામાજિક બંધનો/સંસ્કાર વિનાના માનવ સમુદાય માં વિવાહ લાંબો સમય ટકતો નથી. એટલે કોઈના લગ્ન પચી વર્ષ ટક્યા એ આશ્ચર્યનો વિષય હોવાથી ઉજવણી કરતા. આપણે એવું નથી એલા.. જન્મથી મૃત્યુ સુધી આપણે એકબીજા સાથે બંધાઈ ગયા, છૂટવાનો કોઈ માર્ગ છે જ નહિ, મૃત્યુ સિવાય..! તો આપણે એવું ઉજવાની જરૂર જ ક્યાં છે? હા શોખ હોય તો દસ કેક કાપો પણ એને એનિવર્સરીનું નામ દેવાની આપણે જરુર જણાતી નથી, મને તો.!

ટીવી માં આવતા મોટાભાગના કાર્યક્રમો, પશ્ચિમનું આંધળું અનુકરણ છે, ચાહે singing, talent, dance, shark tank, કે hustle... યુરોપ-અમેરિકા એ કર્યું તો આપણે પણ કરો..! એલા કોકની નકલ કરવામાં આપણી અસલ ખોઈ નાખી આ લોકોએ. બૉલીવુડ તો કઈ દિશાએ જાય છે? ડ્રગ્સથી માંડીને એકસ્ટોર્સન જેવા ધંધાઓ સાચવી બેઠેલું.. આ તંત્ર પાછું ધાર્મિક આસ્થાઓને પણ ઠેસ પહોંચાડે છે. કદાચ એટલે જ સાઉથ ઇન્ડિયાની ફિલ્મોનું વર્ચસ્વ વધતું જાય છે. બાકી આલિયાને લગન વગરેય સંતતિ સરજવી હોય તોય આપણને શું વાંધો છે, એનું જીવન એની મરજી..! બાકી સમાચારો વાળા સમજે તોય સારું..! શુ દેખાડવું, કેટલું દેખાડવું એવી તર્ક બુદ્ધિ ની કેળવણી જરૂરી છે.!

એક આ તમારું દસ એમબી નું એપ અપડેટ કર્યું ને ઘડિયાળ શરુ થઈ ગઈ.. વી-એકવી દિ.. પણ મે ઇ જોયું, પેલા જે ભાવ એક અઠવાડિયાનો હતો ઓગણત્રીસ, એ તમે એક દિ નો કરી નાખ્યો.. અઠવાડિયા ના ઓગણસિત્તેર, ને પૂરો મહિનો છે પણ નહિ તોય એકસોનવ્વાણું રાખ્યા છે..! હવે તો લૂંટ જેવું લાગે છે.. છેલ્લી ઘડીએય જે ખોબો ભરાણો ઇ..! હમૂકનું તમારે તો આ વિસ દી ફ્રી કરી નાખવા જોઈએ.. કોઈ એડ વગેરે નહિ..!! બસ આવો જાવો ને જલસા કરો..!

બાકી મોટા, આ મેં મારા જ હસ્ત વડે મોબાઇલની સ્ક્રિન પર અક્ષરો લખ્યાં એટલે હસ્તાક્ષર કહી શકું કે નહીં એ તમે નક્કી કરશો..! 

Post a Comment

0Comments
Post a Comment (0)