"ગજા! કોઈ પૂછે કે તારું ગજું કેટલું તો તું શું કે?"
"તમારે કેટલું રાખવું છે?" ગજે સામો સવાલ કર્યો.
"મેં પેલા પૂછ્યું એટલે તું કે ને!"
"મારુ ગજું ચાઈના જેવડું."
"એટલે?"
"હું ચાહું ત્યારે આખા વિશ્વની શૅરબજાર બીવડાવી શકું."
"બસ લે, હાંઉ કર્ય, આ સાંઠિયું(કપાસ નો પાક લીધા બાદનો સુકાયેલો છોડ) ગઠડી ઉપાડી જો તો, પછી શૅરબજાર હલાવજે."
ને ખરેખર ગજાએ સાંઠીના ભારાને પગના અંગુઠાથી હડસેલો મારીને શેઢા સુધી ઉલાળી દીધો.
"હયશે હાલ, બીજા સવાલનો જવાબ દે, સૌથી ખતરનાક માણસ કોણ?"
"જે શાકાહારીઓ મંગળવાર અને શનિવારે ઈંડા નથી ખાતા એ.."
"ગજા, આજ તારું જ્ઞાન તો ગજબ છલકાય છે એલા.." મેં આશ્ચર્યચકિત થતા.
"હા, સાચું જ તો છે, એનાથી ખતરનાક કોણ હોય, જે પાપ માને છે છતાં પાપ કરે છે. કાં તો માનો નહીં કાં તો કરો નહીં. પણ આ લોકો વચલો રસ્તો શોધી જ લાવે."
"ગજા, ત્રીજો સવાલ, સૌથી મોટો દાતા કોણ ?"
"ચાઈના?"
"હૈં ? ઈ કેવી રીતે ?"
"જુઓ, પેલા તો ચાઈના એ આખા વિશ્વને બિલકુલ મફતમાં કોરોના દીધો, અને હવે કોરોનાનું નવું મ્યુટેશન આપે તો પણ નવાઈ નથી, પેલી અહંકારી મા-શી ટીનટીન ની કાબુ બહાર જતો રહ્યો કોરોના, અને એક અંદાજ મુજબ, ચીનની સાઈઠ ટકા વસ્તી કોરોનાગ્રસ્ત થશે,અને એની અસર વિશ્વની દસ ટકા વસ્તી ને પડશે. ગઈ ફેરે આપણે ત્યાંના ઓક્સિજનના બાટલા અને સ્મશાનોની સ્થિતિઓ યાદ છે ને, કેટલું કરુણ..!!! આ ઝીણી આંખ્યું વાળા કોરોનાનું નવું મ્યુટેશન નો કરે તો સારું..!!"
"સાચી વાત છે ગજા, સાચી વાત, ધોળી દાઢીવાળા સાહેબે પણ માસ્ક પાછા ચાલુ કરવાનું કીધું છે..!"
"હવે તો પેલા યુવાનેતા ને પણ ધોળી દાઢી છે હો, ભારત જોડો યાત્રા વાળા, પીટાઈ વાળા."
"હા, એણેય ઘણો પલ્લો કાપ્યો હો."
"એ ભાઈ પણ અઘરું વ્યક્તિત્વ છે, થોડા થોડા ટાઈમે કાંઈક ને કાંઈક ટમકું મુકે એની, સત્તાવાળા ઓ રાહ જોઈ ને બેઠા હોય છે, હમણાં આણે એક સભા સંબોધનમાં કાચું રાંધ્યું કે, 'આપણા જવાનો ની પીટાઈ થઇ'.. ને પછી બસ સત્તા વાળાઓ ને મુદ્દો મળી ગયો. કે આપણી સેનાનું મનોબળ તૂટે એવો શબ્દપ્રયોગ કર્યો જ શા માટે.. પણ એલા એને ને એની માતુશ્રીને સરખી હિન્દી નથી આવડતી, એટલે મગનું મરી કરી નાખે..!"
"પણ ગજા, સત્તા વાળાઓ ખોટા નથી, આપણી સેના માટે તો પીટાઈ થઇ એવું ન બોલવું જોઈએ. પીટાઈ કરી, અને કરી જ છે. એક વાર નહીં, અનેક વાર, મેજર શૈતાનસિંહ, મેજર સગતસિંઘ.. સગતસિંઘે તો તોપના મોરચા ખોલી નાખ્યા'તા.. આ ચીનકાવને થોડાક થોડાક ટાઈમે સામેથી જ ચૂંટિયો ભરતા રયો તો જ સીધા હાલે..!"
"સાચું સાચું.."
"ગજા, કાલ એક વિડીઓમાં મસ્ત ડાયલોગ સાંભળ્યો."
"તમને આ રીલ્સ નો એવો શું શોખ જાગ્યો છે."
"પણ હું ક્યાં બનાવું છું, હું તો જોઉં છું. સુવિધા છે તો ઉપયોગ તો કરવો જોઈએ ને."
"એમાં શેની સુવિધા, દુષણ છે એ."
"ગજા, સારું નરસું સંસાર ની દરેક વસ્તુ માં છે, નીરક્ષીર કરતા આપણ ને આવડવું જોઈએ."
"ઓહો, હશે, ચાલો ડાયલોગ તો કહો.."
"હા, મુદ્દો મૂકીને બીજે વળગ્યા કાં?, ડાયલોગ હતો, ગાંધી જે ગીતાને હાથમાં રાખીને અહિંસાની વાતો કરતા, એ જ ગીતા સાંભળીને અર્જુને મહાભારતનું યુદ્ધ કર્યું હતું, કાં તો આપણે ગાંધીને ન સમજ્યા, અથવા ગાંધી ગીતા ને..!!! છે ને બાકી એક્કો ડાયલોગ, રીલ્સ ખાલી નટડાવ માટે જ નથી એલા."
"વાત તો સાચી છે, પણ મુદ્દો સળગતો છે. એટલે સાચવી ને રહેવું."
"ઠીક છે, પણ ગજા, સૌથી મોટો વાયડો કોણ?
"આ સ્થાનને શોભાવનારા તો બદલતા રહે છે, પણ તાજેતર માં ઝીલાવલ બુટ્ટો ભરદારી (નપાકીયો વિદેશ મંત્રી) કહી શકો. થોડાક દી પેલા આ મુદ્દો પતી ગયો છે પણ તોય સાંભળોને, માયકાંગલી પંચાયત(યુ.એન.)માં ભારતે આતંકવાદના અડ્ડાને નિશાને લીધા બાદ, બોલવાનું કાંઈ બચ્યું નહીં, એટલે ઈ મકાઈના ડોડાના હિન્દી વર્ઝને સીધો ભારતીય વડાપ્રધાન પર વાક્પ્રહાર કરતાં, "ગુજરાતનો કસાઈ" કહ્યું. કોઈ પણ રાષ્ટ્રના પ્રધાનમંત્રી પર આમ વાક્પ્રહાર કરવો એ અશોભનીય છે. પણ આને શોભાની શેની શિખામણ? પછી સત્તાપક્ષ વાળાઓએ તો પાક. એમ્બેસી બહાર વિરોધ પ્રદર્શનો કર્યા, પણ મારા હિસાબે ખાલી સત્તા પક્ષ વાળા ઓ જ ત્યાં શા માટે હતા, પ્રધાનમંત્રીઓ તો એ આખા દેશનો છે. દરેક પક્ષનો છે, તમામ ભારતીય નાગરિકોનો છે. તમે વ્યક્તિગત કે રાજકીય વિરોધ કરો કોઈ પણ નો, પણ આવા પ્રસંગો માં વિરોધપક્ષ વાળાઓએ પણ એકતા દેખાડીને એક રાષ્ટ્રવાદ સર્વોપરી રાખવો જોઈએ. ચીન સાથેની માથાકૂટ માં પણ અમુક વિરોધપક્ષ વાળાઓ, હો-હલ્લાં કરે છે, એ આંતરરાષ્ટ્રીય સ્તરે થોડાક માપ માં રહે તો સારું એમ..!! મોટાભાઈ કે એમ વાણીમાં મધુરતા રાખવી જ જોઈએ."
ને ચા પીતા પીતા હું, "ગજા, મોટાને દીલજલે સાંભર્યું લાગે?"
"કેમ?"
"જો ને BG માં, લૂગડાં નું ઢીંગલું રાખ્યું છે, એમાં ય બે દિલ ખરી પડ્યા."
"તો એને દીલજલે નહીં, દિલખરે કેવાય."
"હશે હાલ, જવા દે, દિલ ની વાત્યુંમાં તું પાછો તારા હથોડા બારા કાયઢ ઈ પેલા હું ભાગુ." ને આપણે તો ધૂળની ડમરીયું ઉડાડતા સાત શેઢા ઠેકીને ગામમાં ગળી ગયા ભાઈ.