આડેધડ - અલકમલક અને દેશ || ALAK MALAK ||

0
** મિટ્ટી મેં મિલા દેંગે...**

તો સૌ પેલા તો સૌ ને રામ રામ એલા.. અત્યારે દેશ માં બે ટોપિક હોળી જેવા ભડકે બળે છે..! એક ને યોગી આદિત્યનાથ ફૂંક મારી ઓલવે છે, ને બીજા ને તો સત્તાવાળાઓ બમ્બો લઈને ને બેઠા તોય ઓલવાય એમ નથી..!! આપણે ન્યાં આ વિરોધ પક્ષ માં સત્તાલાલસા એટલી બધી છે કે દેશ ગયો ગમાણ માં આપણે સત્તાવાળાઓને ઘેરો..! ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ કે આમ આદમી..! એક તો આ લોકો માં આત્મ સમ્માન જેવું હોતું જ નથી. ને પાછું થૂંકીને કેમ ચટાય એ ગુપ્ત કલા તો આ લોકોમાં કૂટી કૂટી ને ભરી છે. જે પક્ષને કાલ સુધી બબ્બે મોઢે ગાળ્યું દેતા'તા ઈ જો સત્તાપક્ષમાં નાનો એવો હોદ્દો મળતો હોય તો ગધેડાના શીંગડા જેવું પૂછડું પટપટાવીને સત્તાપક્ષનો જામો પેરી લ્યે..!!

બે દી થી ખાસ ટોપિક હતો અતીક અહેમદ.. ત્રણેક જન મીડિયાવાળા બનીને આવ્યા ને, ચાલુ રેકોર્ડિંગ માં ભડાકે દીધો.. અતીક જોકે હતો ત્રાસવાદી..! એના પંથક માં એનો ત્રાસ જેમતેમ નહોતો. યોગી આદિત્યનાથની એક તો હિન્દુવાદી છબી, ને એમાં ય આ અતીક મુસલમાન.. એટલે થોડુંક તણખા જેવું ખરે તો નવાઈ નહીં. સમાજવાદી પાર્ટી નો પોષિત આ અતીક અહેમદ સાબરમતી જેલમાં બંધ હતો, યુપી લઇ ગયા ત્યારે ઘણા ખરાઓને ગાડી પલટવાની આશા હતી, વિકાસ દુબે ને ઉથલાવ્યો હતો એમ બધાને એમ જ હતું. સટ્ટા-બજારોમાં તેજી આવી ગઈ હતી કે ગાડી પલટવાના ભાવો નિર્ધારિત થયા હતા પણ એમની આશાઓ ઉપર ત્યારે પાણી ફર્યું જયારે અતીકને યુપી લઇ જતો કાફલો એક ઠેકાણે ઉભો રહ્યો, અતીક ગાડીમાંથી હેઠો ઉતર્યો, રસ્તાને કાંઠે લઘુશંકા વતી જળ પ્રવાહિત કર્યું, અને મીડિયા વાળાઓ એ પણ કવરેજ કર્યું. તોય હજી આશા અમર હતી ક્યારે ગાડી પલટે.. પણ ઠેઠ યુપીની સીમા માં દાખલ થયા સુધી ગાડી ઉથલી નહીં. મીડિયાવાળાઓ લગાતાર વાંહો-વાંહ હતા, અતિકનો પરિવારે ભેળો ને ભેળો..! જો કે એના પરિવાર માં એનું બૈરુંને એક છોકરો તો ફરાર હતા, ને એલા એક ડી સમાચાર આવ્યા અતીકના છોકરા અશદને પોલીસવાળાઓએ ઠાર માર્યો..! ઉમેશપાલ હત્યાકાંડ બાદ અશદ ફરાર હતો, ને ઇનપુટ મળતાવેંત ટીડળું ચોળે એમ મસળી નાખ્યો. ને પછી આ અતીક ને એનો ભાઈ અશરફ બે કાંધ કાઢી ગયેલા પાડા હાલ્યા જતા હોય ને એમ પોલીસે સાંકળ બાંધેલા લઇ જતા ને ત્રણ જણા આવ્યા મીડિયા બનીને ને ધડાધડ બોલાવી દીધી.. ઘડીકમાં તો શું નું શું થઇ ગયું, કોઈને કાંઈ સમજાય એ પેલા તો હેડશોટ થઇ ગયો તો, ને ઘડીકની વાર માં અતીક અને અશરફને હૂરોના સહવાસમાં પહોંચાડી દીધા..! આ અતીક પડ્યો ને એટલે મને એકે અમારી બાજુમાં બુદ્ધિજીવી છે એમણે કહ્યું તમે જોયું, ખૂનીઓએ ખૂન કર્યા બાદ સરેન્ડર કરતી વખતે જયશ્રી રામ ના નારાઓ લગાવ્યા. આજ સુધી આપણે જોતા આવ્યા હતા કે ઇસ્લામના મંત્રો કે આયાતો (શું કહેવાય એ ખબર નથી!) વાંચીને ગળા કાપવામાં આવતા હતા. પણ પહેલી વાર કોઈએ રામનું નામ લઈને ખૂન કર્યું. મારા મતે આ સારી વાત નથી. આપણા માટે ગર્વની બાબત હતી કે આજ સુધી કોઈ ઇતિહાસ માં ક્યાંય પણ કોઈનું ખૂન કરતી વખતે ઈશ્વરનું નામ લીધું હોય એવું એવું..! જો કે એમનો ભૂલકણો સ્વભાવ છે એટલે મેં કીધું, રાવણનો વધ કરવો હતો ને ત્યારે રામે શિવનું સ્થાપન કરીને સ્મરણ કર્યું હતું, ભારતીય સેનાએ યુદ્ધમાં ઉતરતી વખતે એમની રેજિમેન્ટ, બટાલિયન અનુસાર ઈશ્વરીય તાકાતોનો જયઘોષ કરીને મેદાન માં ઉતરે છે.. એટલે ઈ મુદ્દો રહેવા દ્યો કે ઈશ્વરના નામે ખુન કર્યું કે ખૂન કરીને ઈશ્વરનું નામ લીધું. લંકાના રણાંગણમાં રામની સેના પણ રામનો જયકારો કરીને ને જ રાવણની સેનાને મારતી'તી, એટલે નકામો તંત તાણવો નહીં..!!

** પુલવામાં હુમલો અને સત્યપાલ મલિક **

14 ફેબ્રુઆરી, પ્રેમી-પંખીડાઓની દિવાળી.. આઈ મીન સૌથી મોટો તહેવાર, એક-મેક ને ગુલાબનું પુષ્પ આપીને થતી પ્રેમ પ્રકરણની શરૂઆત..! પણ આ દિવસે 2019 માં, પુલવામાં માં એક ઘણી જ નિંદનીય ઘટના થઇ, એક વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોએ CRPF ના જવાનોની બસ સાથે અથડાઈને આત્મઘાતી આતંકી હુમલો કર્યો, ભારત ના ચાળીસ જવાન વીરગતિને પામ્યા. હવે આ ખરેખર તો ભારતીય ઇન્ટેલિજન્સનું ફેલિયર કહેવાય, પણ એકસોચાલીશ કરોડ ના દેશમાં સેટેલાઈટથીય નજર રાખો તોય ક્યાંકથી ને ક્યાંકથી આવા આતંકીઓ ઘુસી જ જાય છે. ઇઝરાયલ પાસે આયર્ન ડોમ છે, તોય ગાઝા પેટ્ટી વાળા ઓ શું કરે છે, એક સાથે સેંકડો મિસાઇલો છોડે છે કે એકાદ તો ઈઝરાયેલને આંટી જાશે...! એવું જ આપણે આંયા પાકિસ્તાન થી આવતા આતંકિઓનું છે, કચ્છ ના સરક્રીક થી માંડી ને ઠેઠ POK અને સિઆચેન ના ગ્લેશિયર સુધીમાં ક્યાંથી આ આતંકીઓ ઘુસી જાય છે, કેટલું ધ્યાન રાખે? જો કે ઈ પુલવામાં પછી ભારતે એર સ્ટ્રાઇક કરીને એક મજબૂત જવાબ વાળ્યો હતો, પણ હવે જમ્મુ અને કાશ્મીર ના ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકે એક ઇન્ટરવ્યૂમાં ભડાકો કર્યો છે, કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૌન રહેવા કહ્યું હતું, NSA અજિત ડોવાલે અને ગૃહમંત્રી અમિત શાહે આખા પ્રકરણ પર ચૂપ રહેવા કહ્યું હતું, તો ભાઈ હવે તમે આજ ચાર વર્ષે મોઢું ખોલ્યું, તો ત્યારે જ કેમ વિરોધ નહોતો કર્યો? સત્તાની લાલચ હતી? હું કઈ મોદીનો પક્ષ નથી લેતો પણ, સામાન્ય રીતે કહું છું, લાલચ એવી વસ્તુ છે, અથવા મોકો ગોતીને મારનારાઓ હદ ગુજારે છે ખરેખર. કહે છે, પુલવામાં હુમલા વખતે મોદી સાહેબ બેઅર ગ્રિલ્સ સાથે શૂટિંગ માં વ્યસ્ત હતા. હા, તે ભાઈ, જેટલી ચૂક મોદી ની છે, એટલી રાજ્યપાલ તરીકે તમારી પણ ગણાય, આજ દોષનો ટોપલો એક માથે થી બીજે ઉલાળો છો , તો AT A TIME તમે કઈ માખિયું મારતા'તા? અને હવે રહીને રહીને કોન્ટ્રોવર્સીયું ઉભી કરીને પોતાનું રાજકારણ ગરમ કરવું એ ક્યાંનો ન્યાય છે? ને, મોદી સાહેબની ય ભૂલ તો છે જ, એક નહીં ઘણીય ભૂલો છે. પણ એક પ્રધાનમંત્રી પદનું ઈ પ્રતિનિધિત્વ કરે છે, એટલે બીજું કાંઈ નહીં તો એ પદનું તો સમ્માન જાળવવું જરૂરી છે.

** પાકિસ્તાન અને કેજુકાકા **

સત્યપાલ મલિકે જેવું કહ્યું કે, પુલવામાં હુમલામાં તેમને મૌન રહેવાનું સૂચવ્યું હતું અને ભારત માં આ મુદ્દાએ જોર પકડ્યું કે તરત જ ચેસના ઘોડા જેવો ઠેકડો આ પાકિસ્તાને માર્યો..!આખી દુનિયા જાણે છે કે પુલવામા હુમલાની જવાબદારી લેનાર જૈશે-મહમ્મદ પાકિસ્તાન BASED આતંકી સંગઠન છે, તોય પાકિસ્તાને કહ્યું કે, ભારત અમારા પર દોષારોપણ કરે છે, જયારે જૈશેમહમ્મદ કહેતું હતું કે અમે આત્મઘાતી હુમલો કર્યો છે ત્યારે વારંવાર શાહ કુરૈશી પાકિસ્તાન નો બચાવ કરતા કહેતો હતો, કે અમને ખ્યાલ નથી આ હુમલો કોણે કર્યો છે, વગેરે વગેરે.. અને હવે સત્યપાલ મલિકના આ નિવેદન બાદ ફરીથી પાકિસ્તાન વાતનો વળાંક બદલતા કહે છે, કે ભારતે 2019માં આખો દોષનો ટોપલો પાકિસ્તાન પર ઢોળી દીધો અને વૈશ્વિક પટલ પર પાકિસ્તાનનું નામ બદનામ કરવા ધારે છે, એલા તમારા કરાંચીમાં હાલતા માણસના મોબાઇલ ઝટી લે છે, દર ત્રીજે દી મસ્જિદ કે પોલીસસ્ટેશનમાં બૉમ્બ ફૂટે છે, તમારી મિલિટરી સિવાય કોઈ નીય સુરક્ષાની તમારે ત્યાં ગેરંટી નથી, ને તમે નિર્દોષ હોવાનો દાવો કરો છો? તમે તો અમારે આયા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેવું કામકાજ કરો છો, કેજુકાકા હમણાં એક ઇન્ટરવ્યૂ માં એમ બોલ્યા કે, "જો કેજરીવાલ ચોર હોય તો દુનિયામાં કોઈ ઈમાનદાર નથી.." આનાથી મોટી આત્મશ્લાઘા ? ઇય ધોળે દીયે ? થોડોક ટાઢો પોર થાય ને તમે ગપ-ગોળાં ઝિંકો તો સમજ્યા..!

Post a Comment

0Comments
Post a Comment (0)