યુદ્ધ એજ કલ્યાણ || YUDDHA E J KALYAAN ||

0
** યુદ્ધ એજ કલ્યાણ **
તો એલા, બે ખુંટીયા બાધ્યા એમાં આખી શેરીનો સત્યાનાશ કરી નાખ્યો..! પાછા નધણિયાત ખૂંટિયા છે, ટ્રેકટર આવ્યા એમાં બળધુનો ઉપયોગ થાતો નથી, ને ખેડુય ગાયું રાખે છે, વાછડીયું રાખે છે, પણ વાછડાં.. હરાયા થઈને રખડ્યા કરે..! એલા, જો કે'વું કાંક બીજું હતું ને બીજે વળગી ગયો હું..! મુદ્દો હતો બે ખુંટીયા બાધ્યા ઈ..! ક્યાં બાયધા કહું? સુદાન માં.. નામ સાંભર્યું સુદાન નું? આફ્રિકા ખંડમાં આવેલો ક્ષેત્રફળની દ્રષ્ટિએ દુનિયાનો દસમો સૌથી મોટો દેશ. હવે ન્યાં જઈને રશિયા અને અમેરિકા બાધ્યા. આ બે હરાયા ખૂંટિયા એવા છે કે આમને બાંધવું હોય ને એટલે પોતાની જમીન માથે નો બાધે, કોકની ધૂળધાણી કરે, વિયેતનામ, કોરિયા, ભારત-પાકિસ્તાન, પાછા સીધે-સીધા નથી બાધતા, તમે બાંધો, હથિયાર ને રૂપિયા અમે(બેય ખૂંટિયા) દેશું..! તે વાત એમ થઇ કે, રશિયાને તો નાત-બાર કર્યું છે, આખી પશ્ચિમી-દુનિયા એક કોર્ય, ને એક કોર્ય એકલું રશિયા તોય એકલું બસ થઇ પડ્યું છે, હવે રશિયા આમ તો યુક્રેન હાર્યે વ્યસ્ત છે, પણ તોય બારે થોડોક હાથ-ફેરો તો કરે હો..! વાત એમ છે કે રશિયા એ સુદાન માં મિલિટરી બેઝ કર્યો છે, ઈ ઓલ અમેરિકા ને ગમતું નથી, કેમ કે રશિયનો સુદાનમાંથી સોનુ કાઢે છે, સુદાનમાં સોનાંની ખાણો છે.

તે રશિયાએ થોડાક નાણાલાલ રોક્યા છે ઈ વસુલ તો કરવા ને..! એટલે સોનુ પણ રશિયા કાઢે છે. જગત જમાદાર ને ઈ પાછું ગમતું નથી. હવે આ જગત જમાદાર ના દસ દિ પેલા ટોપ સિક્રેટ ડોક્યુમેન્ટ્સ ડિસ્કોર્ડ પર વાઇરલ થઇ ગયા'તા. અમેરિકા કોની કોની જાસૂસી કરે છે ઈ એક ગેમર રમતા રમતા વાઇરલ કરી દીધા..! તે હવે રશિયા એ સુદાનમાં મિલિટરી બેઝ બનાવ્યો અને સુદાની મિલિટરીનું થોડું-ઘણું ભરણ-પોષણ રશિયા કરી આપે છે, એટલે આ અમેરિકાએ શું કર્યું, ત્યાંની પોલીસ જેવી આર્મ્ડ ફોર્સને ત્યાંની મિલિટરી વિરુદ્ધ જ ભડકાવી દીધી. તે હવે સુદાનની રાજધાની  ખાર્તૂમ માં મિલિટરી વર્સેસ પોલીસ નો મામલો મેદાને પડ્યો છે. કોઈ દેશની સ્થિતિનો તો વિચાર કરો જેની પોલીસ અને મિલિટરી અંદરોઅંદર યુદ્ધ કરતી હોય. સુદાનની મિલિટરીને રશિયાનો સપોર્ટ છે, અને પોલીસ જેવી હથિયારધારી સંસ્થાઓને અમેરિકાનો.ખાર્તૂમની શેરીઓમાં રોજ ભડાકા બોલે છે. હવે કઠણાઈ ઈ છે કે ત્રણેક હજાર જેટલા ભારતીયો ત્યાં ધંધાકીય અર્થે ગયા હતા એ ફસાયેલ છે. લ્યો બોલો, બે હરાયા ખૂંટિયા સુદાન ખૂંદે છે..!

** ના-પાક-ઈસ્તાન અને Blasphemy (ઇશનિંદા)**

ઇશનિંદા પ્રત્યે આમ તો સનાતન-હિન્દૂ ધર્મ સિવાય બીજા તમામ ધર્મોમાં કડક પગલાં લેવાય છે, પણ હિંદુઓ તો લિબરલ છે ને..! હવે વાત એમ થઇ કે પાકિસ્તાનમાં પાકિસ્તાનનો સૌથી મોટો ડેમ નિર્માણ પામી રહ્યો છે. નિર્માતા કોણ? ચીબલા ચીનકા. ઝીણી આંખ્યું વાળા..ચપટા મોઢાવાળા ને, વાસણ ખખડે એવા નામધારી. હવે ઈ ડેમ પર કામ કરતા એક એન્જીનીયર ને પાકિસ્તાન પોલીસે જેલ-ભેગો કર્યો છે, કારણ તો કે, "ઇશનિંદા". કહે છે ઈ ચીની કાંક ચૂંગ-ફૂન્ગ બોલી માં ઇશનિંદા કરી ગયો એટલે એના પર ટ્રાયલ વગેરે ચલાવાશે. પાછો સાદી જેલ માં તો રખાય નહીં એને નકર બીજા કેદીઓ બુદ્ધમ શરણં કરી નાખે એનું. એટલે સ્પેશિયલ જેલ-ભેગો કરવામાં આવ્યો છે. હવે તમે વિચારો, જે દેશ પોતે કાંઈ નિર્માણ કરવામાં સક્ષમ નથી, વળી બીજા બહારથી આવીને જેને ન્યાં ઘાટ-ઘડામણ કરતા હોય, પાછું એ બારાતુ ની ય સુરક્ષા નહીં, કોક વાર આખી બસ ફૂંકી નાખે એવા દેશ માં મૂળભૂત મુદ્દો ઇશનિંદા છે. અરે જેનો કાયદે-આઝમ કે ફાધર ઓફ ધ નેશન જિન્ના ખુદ શરાબનું સેવન કરતો હતો, ઈ લોકોએ ઇશનિંદાના મામલામાં ચીનકાને કેદ કર્યો છે, હવે એક તો ઓલા ચીનકા માંડ માંડ મોતને મુઠ્ઠીમાં લઈને પાકિસ્તના માં કામ કરતાં'તા, હવે ઇય નહીં આવે. ને ડેમ-બેમ બનાવતા તો પાકી-પ્રજાને આવડતું નથી. એટલે  ન્યાં ય મામલો મેદાને છે.

** આ વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ।। Solar Eclipse • India **

 તો તારીખ 20/04/2023 ના રોજ વર્ષ 2023 નું પહેલું સૂર્ય ગ્રહણ થવા જઈ રહ્યું છે.. જો કે આ ગ્રહણ આપણે આંય તો દેખાવાનું નથી એટલે એને લગતા તમામ પ્રોટોકોલ આપણને લાગુ રહેશે નહીં. બાકી હા, જ્યોતિષોએ એમના ટીપણાં માંથી જાતજાતની વિધિ ને રાશિ પ્રભાવો જાહેર કરી દીધા છે.

** નજર સામેનું ફ્રોડ **

બોર્નવીટા, આ નામ કોણે નહીં સાંભળ્યું હોય? કેડબરીની એક પ્રોડક્ટ જેણે નામ જ બોર્નવીટા રાખ્યું છે, બોલીયે એટલે લાગે કે હાડકાઓને વિટામિન્સ પૂરું પાડતું હશે, પણ એક ઇન્સ્ટા. યુઝર રેવંતે ખળભળાટી મચાવી દીધી. આ મોટી કંપનીઓ ફૂડ સેફ્ટીના ધારા-ધોરણો સાથે કેવી ખો-ખો રમે છે ઈ આ ભાઈએ જગજાહેર કર્યું.. ને એલ વિડિઓ એટલો વાઇરલ ગયો કે જ્યાં જોવો ન્યાં આની જ ચર્ચા છે..! સાંભળ્યું છે કે કેડબરી કંપનીએ મન-હાનિનો કેસ દાખલ કર્યો છે. પણ મને ઈ નો સમજાયું કે એણે વિડિઓમાં તો એજ કીધું જે બોર્નવીટાની બોટલ માથે કંપનીએ જ લખેલું છે. તો માનહાની શેની? જો ખરેખર 50 % થી વધુ સુગર ઈ આવડીક શીશી માં હોય તો એના કરતા તો મુઠી એક ખાંડનો જ ફાંકડો મારી લેવો શું ખોટો? હવે ઈ બોર્નવિટાનું એક કિલોનું પેકેટ અથવા બોટલ લગભગ 400 રૂપિયા નું છે, હવે ખાંડ જ ખાવી હોય તો 400 રૂપિયા માં 40 ના હિસાબે 10 કિલો આવે..!! મોટી કંપનીઓ દ્વારા થતા આવા નજર-પડદા પ્રત્યે પણ જાગૃત થવું એજ યુદ્ધ એજ કલ્યાણ..!!

** હીટવેવ **

એલા, ઝાડવા વાવો..!! ઝાડવા જ ગરમીથી રાહત આપશે, અને યુદ્ધઘોરણે વૃક્ષારોપણ થવું જોઈએ.. માટે યુદ્ધ એજ કલ્યાણ..!! 

** ગ્લોબલ બૌદ્ધ સમીટ **

ભારતની રાજધાની નવી દિલ્લી માં પ્રથમ વૈશ્વિક બૌદ્ધ સમીટ યોજવા જઈ રહ્યું છે, અને ચાઈનાએ તેમાં ભાગ લેવાની ના પાડી દીધી, તો ભલે ને નો આવે, આપણે ક્યાં ઈ માસિયાર હતો તે તાણ કરવી એને..! આખી દુનિયા માને છે કે સિદ્ધાર્થનો જન્મ આજના નેપાળ માં થયો હતો, અને તેઓ ભારતમાં બુધ્ધત્વને પામ્યા હતા, પણ આ ચીના.. નવો કોન્સેપ્ટ લઇ આવ્યા એલા.. કે' છે ગૌતમ બુદ્ધ મૂળ ચીની હતા..!! જીઓ પોલિટિક્સ માટે લોકો કેવા કેવા કાવતરાઓ ઘડે છે. પાછા આ ચીનકાવ શ્રી લંકા માં જઈને આ વાતનો પ્રચાર-પ્રસાર પણ કરી આવ્યા..! હવે શ્રી લંકા માં મૂળ આપણે આયાંથી સમ્રાટ અશોક ના સંતાનોએ જઈને બૌદ્ધ ધર્મ વિકસાવ્યો હતો. પણ પોતાની ટંગડી ઊંચી કરવાં આ ધડ-માથા વિનાની વાત્યુ વહાવે છે. એને મૂળ તો આપણે આયાં થનારી બૌદ્ધ સમીટ માં આવનાર દલાઈ લામા ખૂંચે છે. દલાઈ લામા એકલા એને બસ થઇ પડે એમ છે. તિબેટ ઉપર ચાઈના એ કબ્જો કર્યો ત્યારથી દલાઈ લામા નો ચાઈના પ્રત્યે નો શાંતિપૂર્ણ વિરોધ આજપર્યંત ચાલુ છે. ભારતીય જીઓ-પોલિટિક્સની દ્રષ્ટિએ દલાઈ લામા ભારત માટે ચાઈના વિરુદ્ધ એક્કો સાબિત થાય છે. એટલે દલાઈ લામા નું પણ યુદ્ધ એજ કલ્યાણ છે..!!

Post a Comment

0Comments
Post a Comment (0)