** સુવર્ણ મંદિર - પંજાબ અને ભારત **
હા એલા, તો માર્કેટમાં નવો મુદ્દો આવ્યો.. સ્વર્ણ મંદિરમાં એક દાખલ થતી એક છોકરીને રોકવામાં આવી કારણ હતું તેને ગાલ પર ભારતીય તિરંગો ચીતરાવ્યો હતો.
અફઘાનિસ્તાનથી માંડીને હિમાચલ પ્રદેશ ના પશ્ચિમ ભાગો સુધી એક સમયે ફેલાયેલું હતું શીખ સામ્રાજ્ય. ભારત-પાકિસ્તાન ના ભાગલા થયા ને વાંહો-વાંહ પંજાબનાંય બે કટકા કર્યા. હવે આપણા સરદાર તો ટાઢા છે, પણ ઓલ્યા પાકેલા વારેઘડીયે સળી કાર્ય કરે, એક તો એની ગુપ્ત સંસ્થા આઈ.એસ.આઈ કાંકને કાંક ઉંબાડિયું મુક્તિ જાય ને આય આ ઠેકડે ચડે. પંજાબને બરબાદ કરવામાં સૌથી મોટો હાથ પાકિસ્તાન નો કેવાય.. ગધના અફિણથી માંડીને અલગાવવાદ સુધી અહીંયા પહોંચાડી જાય છે. વધ્યું ઘટ્યું ઓલ્યા યુ.કે. ને કેનેડામાં બેઠેલા ખાલીસ્તાનીયું ટમકા મુકયા કરે. સુવર્ણ મંદિર આમ તો શીખોનું એક મોટું ધામ, પણ બે-તણ વાર આંટે ચડી ગે'લુ છે, એક વાર ઓલ્યા ભિંડરાંવાલે, ને બીજી વાર કોરીધાકોર (નિરર્થક) ટ્રાય કરી'તી. પંજાબની મેદાની ને ફળદ્રુપ જમીન, પાણી નો તોટો નહીં, તે ખેતી માં કાંધ કાઢી ગયા છે, મોટા મોટા જમીનધારકો ના બંગ્લા ('કોઠી' કે ઈ લોકો) તમે જોવો અક્કલ કામ નો કરે, પાછા મકાન માથે ટાંકી ની જગ્યા એ જાત-ભાતની ડિઝાઈનું કરે, કોક બળદગાડું બનાવે, કોક વિમાન મૂકે, કોક ટેંક, તો કોક ટ્રક રૂપી પાણી ની ટાંકીયું બેસાડે છે, રૂપિયો પર વિનાનો થયો છે એલા, એમાં તો કૃષિ કાયદા લાગુ નો થવા દીધા.!! બાકી ખેડૂતો તો આખા ભારત માં છે, આંધ્રપ્રદેશ ને ચોખાનો વાટકો કેવાય છે, ઈ કઈ ધાબે તો ચોખા વાવટા નહીં હોય? ખાલી પંજાબ માં જ વિરોધ કેમ થયો? પંજાબ માં ડ્રગ પ્રોબ્લેમ જેવો-તેવો છે? યુવાધન ડ્રગ ને અલગતાવાદી ગીતોને રવાડે ચડી ગયું છે. બધું નહીં પણ ઘણુંખરું તો કહી શકાય એલા...! તે હવે આ ગોલ્ડન ટેમ્પલમાં એક પ્રવાસી છોકરીને એક સરદારે દાખલ જ ન થવા દીધી, હવે એ સરદાર ને પૂછ્યું કે, "શું કામ અંદર જવા નથી દેતા?" તો કહે છે, "ઇન્ડિયા નો ફ્લેગ તેણીના ગાલ ઉપર ચીતર્યો છે." એટલે ઓલ્યા યાત્રીકે સહજ જ પૂછ્યું કે, "તો શું પંજાબ ભારતમાં નથી?" ને ઓલ્યા સરદારે તરત જ કહ્યું કે, "ના, આ પંજાબ છે, ઇન્ડિયા નથી." કેટલી હદે આ લોકો માં અલગાવવાદ પ્રસરી ગયો છે? બીજું કે દર વખતે આ નું મૂળ સુવર્ણ મંદિર કાં હોય છે? સુવર્ણ મંદિર માં એવું શું થાય છે કે દર વખતે ત્યાંથી જ અલગાવવાદીઓ ઉઠે છે? પહેલા ભિંડરાંવાલે હતો, પછી આ એક ભાગતો ફરે છે ઇનુ શું નામ? ભુલાઈ ગયું એલા, દુબઈમાં ડ્રાઈવર હતો ઈ, ન તો દાઢી રાખતો હતો ન તો કેશ, ને અહીંયા આવીને અચાનક જ ભિંડરાંવાલે પાર્ટ 2 બની ગયો તો, "અમૃતપાલ" જો હવે યાદ આવ્યું..!
ક્યાંક સડો હોય ને તો તમે વારે ઘડીયે સોફ્રામાઇસિન ચોપડોને તો જાજો ફેર નો પડે, અમુક તો શું કરતા દેશી ઓહડિયાને નામે ડામ દઈને કે એસિડ છાંટીને બાળી નાખતા એ ભાગને, એ સડેલ ભાગને કાપીને પણ દૂર કરવો જરૂરી છે, એ સડા નો કાયમી ઈલાજ જરૂરી છે. અન્યથા અપાર પીડા માટે સજ્જ રહેવું.
આવડો મોટો દેશ છે, કેટલી વિભિન્નતા છે, છતાં એક છત હેઠે બેઠા હોય એમ એક તિરંગાની હેઠે આખી ભારતભૂમિ સુરક્ષિત છે, પણ તમે દુશમન બદલી શકી પણ પાડોશી ન બદલી શકી એ કથની ને અનુસરતા આપણી પાસે એક આંટાલૂસ પાડોશી પાકિસ્તાન છે, મૂલતઃ તો એને ન્યાં આંયથી જ ગયેલી જાજી પબ્લિક છે. ઘણા નાના ભાયું કેવા હોય, ભાગ પડી ગયા હોય તોય મોટાને ભાગે ખોરડુંય કેમ આવ્યું એવી દાંત રાખતા હોય પોતાનો બંગલો નો દેખાતો હોય! નોખો દેશ લીધો તોય ઈ ખાઉધરી પ્રજા ની નજર ભારત કોર્ય જ. ઈ લોકો એ જમીનો વેચી, એરપોર્ટ વેચ્યા, સી-પોર્ટ વેચ્યા, ઈમાન વેચ્યું, એલા ગધેડાઓ વેચી ખાધા તોય ડૉજું(પેટ) ભરાણું નહિં.. ને ભૂખડી નજર થી ભારત કોર્ય ટગર ટગર જોયા કરે..! હજારો વખત ભારત સામે હાર્યા હશે તોય ભારત હાર્યે દુશમની રાખવી છે. ભુખમરી ને ભીખમંગી થી ય ન શરમાતો ઈ દેશ, શું કરે છે? અમુક આંટાલુસ સરદારોને ચડાવે, કે ભારત સૌ ભીંહ કરો, સરદારો આમ તો બુદ્ધિશાળી કોમ છે, વીર કોમ પણ છે, "સવા લાખ સે એક લડાઉ", પણ બધા સરખા થોડા હોય, ઊંચનીચ તો હંધેય હોય, પાંચે આંગળિયું ય ક્યાં સરખી છે? તે એમાંના અમુક ફૂટે, દુશમનના ખોળે જઈને બેસે..! બસ આવા મૂર્ખાઓને લીધે જ ઇતિહાસ માં અમુક મહાન યુદ્ધોના અલગ જ પરિણામો આવ્યા..! હવે આ પાકલાઓને આમ તો અહીંયા થી ભારત ઘચકાવે, ને ઓલી બાજુથી અફઘાન તાલિબાન, પાછા ટીટીપી વાળા તો જુદા..! અફઘાન તાલિબાન ના એક મંત્રી-બન્ત્રીને કોક મીડિયા વાળા એ પૂછી લીધુંકે હવે પાકિસ્તાન ક્યારે કબ્જાવો છો? ત્યારે એણે શું કીધું ખબર? "આમને જરીકેય રસ નથી ઈ દેશને કબજાવવામાં, કબજાવી લઈએ તો એની લોનું કોણ ચૂકવે?" એલ તાલિબાન વાળા ય આ પાકલાવની મજા લેતા હોય પણ તોય ટંગડી ઉંચી ની ઉંચી જ હો..! ન્યાં ની પ્રજાના અમુક યુટ્યુબ માં ઇન્ટરવ્યૂ જોઈને એટલે આપણને થાય કે કેટલું ઝેર ભર્યું છે આ લોકોના દિમાગ માં..!!
એલા, ઓલ્યો એંઠા સફરજન વાળો ભારત માં આંટા મારે છે, નો ઓળખ્યો? ગ્લાસ માથે ચમચી ભટકાડોને જેવો અવાજ આવે એવા નામ વાળો. "ટિમ કુક - એપ્પલ વાળો." માધુરી ભેળો બપોરામાં વડાપાંવ ઉલાળતો'તો એવો ફોટો ફરતો તો ફોનમાં. અંબાણીના એંટલીયામાં નીતાભાભીના હાથના ભજીયા ખાઈને નીકળ્યો'તો પછી કેનીપા જાય ઈ ખબર નથી. કાંક મુંબઈ માં એપ્પલનો સ્ટોર ખોલવા આવ્યો'તો એવું છાપાવાળાઓ કેતા'તા.
એક તો આ આઇ.પી.એલ.એ દાટ વાળ્યો છે, મને તો જાજો ઈન્ટરેસ નહીં હો મેચ માં, પણ આજુબાજુ વાળા વાળું-પાણી કાર્ય પછી પગછુટ્ટો કરવા જાઉં તયે કીધા કરે, મુંબઈ ઇન્ડિયન્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ ની મેચ હતી એવું જાણ્યું, ને એમાં રોહિતે આઈપીએલના છ હજાર રન પુરા કર્યા. ચાલો સારું કહેવાય, ભારતીયો મોટા મોટા વિક્રમો રચે એ.
આ IPLથી યાદ આવ્યું એલા, આપણે આંયા કેવું છે, તમે છ-સાત જણા ભેળા થઈને જુગાર રમો તો પોલીસ પકડી જાય, પણ મોબાઈલમાં આ ડ્રિમ ઈલેવન ને ઓલી માય ઇલેવન સરકલ માં ઓનલાઇન સટ્ટો રમો તો સરકારને કાંઈ વાંધો નથી. પણ બુકી પાસે નહીં રમવાનું..! જીતનારા જીતે છે પણ કમાણી તો આ બે પ્લેટફોર્મ જ કરે છે. સારું છે તામિલનાડુ જેવા બે-ત્રણ રાજ્યો માં આ ઓનલાઇન સટ્ટો બેન છે. ઓલું વચ્ચે બજેટ વખતે શું ઊપડ્યું'તું? કણક બીટકોઈન બેન છે પણ બીટકોઈન દ્વારા થયેલી કમાણી પર અમુક ટકા ટેક્સ છે એના જેવું..!
હાલો તયે, આવું તો બધું હાલ્યા રાખશે, પણ ઓલ્યું સડાનો કાંક ઈલાજ કરવો જોઈએ હો..! ધ્યાને રાખજો..!!