ઇઝરાયેલ અટાણે ભારે માંહ્યલી બાધણ માં પડ્યું છે. બીજા વિશ્વયુદ્ધ બાદ જયારે યહૂદીઓને એક હાંસિયામાં ધકેલવાનો પ્રયત્ન થયો, ત્યારે યહૂદીઓએ ફિલીસ્તીન / ફલસ્તીન / પેલેસ્ટાઇન માં આશરો લીધો, આશરો શું લીધો આમતો વસવાટ જ કર્યો, ધીમે ધીમે ત્યાંના આરબોની જમીનો ખરીદી, અને ધીમે ધીમે ઇઝરાયેલ દેશ અસ્તિત્વમાં આવ્યો.
ઇઝરાયેલ ની મહત્વકાંક્ષા ઘણી ઊંચી હતી. ધીમે ધીમે પેલેસ્ટાઇન નાબૂદ થવા માંડ્યું, તયે આરબો ને થયું કે આતો થપ્પો થઇ ગયો. જો કે ઇઝરાયેલની સ્થાપના થી જ પેલેસ્ટાઇની આરબો ને વિરોધ હતો, એમાંય છ દિવસીય યુદ્ધ બાદ તો ઇઝરાયેલે ધાક બોલાવી દીધી હતી. વેસ્ટ બેન્ક અને ગાઝાપટ્ટી માં સ્થિત પેલેસ્ટાઇન ની સશસ્ત્ર સંસ્થા એટલે હમાસ. હમાસ એટલે હરકત અલ મુકાવામા અલ ઇસ્લામિયા અથવા ઇસ્લામી પ્રતિરોધ આંદોલન કહી શકો.
ઇઝરાયેલ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા, જાપાન, યુરોપિયન યુનિયન, કેનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પેરાગ્વે, યુનાઇટેડ કિંગ્ડમે હમાસ ને આતંકવાદી સંગઠન જાહેર કરેલ છે, અને રશિયા, ચીન, ઇજિપ્ત, ઈરાન, બ્રાઝીલ, નોર્વે, કતર, તુર્કી, સીરિયા જેવા દેશોમાં હમાસ ને આતંકવાદી ગણવામાં આવતા નથી.
હવે આપણી વાત્યું, જોવો એક તો આતંકવાદનીય પરિભાષા વારે વારે બદલતી રહેતી હોય એવું મને લાગે છે, અમુક લોકો ની દ્રષ્ટિએ હમાસ એક સ્વતંત્રતા સેના છે, અમુકોની દ્રષ્ટિમાં આતંકવાદી સંગઠન. જો કે હમાસ ના આ હમણાના હુમલા માં જે વિઝ્યુઅલ્સ / વિડિઓ આવ્યા છે, જેમાં એમુક લોકો એક વિદેશી મહિલા ના મૃત શરીર ને નગ્ન અવસ્થામાં વિડિઓ રેકોર્ડ કરતા હતા, એક કદાચ કોઈ ઇઝરાયેલી સ્ત્રી સાથે મારપીટ કરીને વાળ દ્વારા પકડીને ગાડીમાં ચડાવવામાં આવી રહી હતી, નિર્દોષ બાળકોના ગળા રહેંસાયા હોય. કોઈ પણ સામાન્ય સંવેદનશીલ વ્યક્તિ માટે આ ચિત્રો હૃદયને આહત કરનારા અને દ્રવિત કરનારા છે. સમાચારમાં જણાવે છે કે ચાલીસેક બાળકો ને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા..! આ વાક્ય લખતા પણ હાથ મચમચે છે, પણ હમાસ જેવા નિષ્ઠુર આતંકીઓને શું ફર્ક પડે? એક તરફ ભારતના પ્રધાનમંત્રી આ આતંકવાદી હુમલાને વખોડે છે ત્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી ના વિદ્યાર્થીઓ રેલી કાઢીને ફિલીસ્તીનના સમર્થનમાં અલા હું અકબરના નારાઓ લગાવે છે, એક નેતાએ હમાસના સમર્થન માં ટ્વિટ કર્યું, દિલ્લીની બે મોટી યુનિવર્સીટીએ ફિલીસ્તીન નું સમર્થન કર્યું, અરે સ્ટુડન્ટ વિંગ્સ ના અધ્યક્ષે પણ ફિલીસ્તીનને સપોર્ટ જાહેર કર્યો. વળી ગૌહર ખાન જેવી બેકાર કલાકાર ટ્વિટ કરીને ઈઝરાયેલને ગાળ્યું દેવા માથે છે..! અરે હા, ઈરાન, પાકિસ્તાન, તુર્કી જેવા મુસ્લિમ દેશોના અમુક શહેરોમાં તો ફટાકડાઓ ફોડીને સેલિબ્રેટ પણ કરવામાં આવ્યું..!
કોઈના મૃત્યુની ઉજવણી.. ઈ પણ હજારો કી.મી. દૂર.. જેની સાથે કોઈ લેવા દેવા નથી, એક માત્ર ધાર્મિક સામ્યતા સિવાય..! જો કે પ્રત્યેક ભારતીય વ્યક્તિનેઆ લાગુ નથી પડતું, પણ સોશ્યિલ મીડિયામાં એક મોટો સમુદાય આ પ્રકારનો રાજીપો વ્યક્ત કરતો મેં ભાળ્યો છે.
આ લોકો ની માનસિકતા ઘણી જ ટૂંકી દેખાય છે મને. માત્ર એક જ હુમલા માં આ લોકો આટલા ખુશ થઇ ગયા? ઇઝરાયેલનું વળતો પ્રહાર જોયો છે? ઇઝરાયેલી વાયુસેનાએ ખંડેરો ખડકી દીધા છે. લગાતાર વાયુસેના બોમ્બમારો કરી રહી છે. અને જે કફન બાંધીને નીકળ્યા હતા, ઈ ક્યાં બંકર માં સંતાયા છે, કોઈ ને ખ્યાલ નથી..! સોશ્યિલ મીડિયા માં ઉશ્કેરણીજનક ગીતો અને શાયરીઓ દ્વારા એક તૂત ઉભું કરવું જુદી વાત છે, અને ગરઓઉન્ડ રિપોર્ટ આવે છે ઈ જુદો છે. હમાસ ના આ એક પગલાં એ ત્રીજા વિશ્વયુદ્ધને વિશ્વને આંગણે નોતર્યું છે. જ્યાં એક તરફ ઈરાન, લેબનોન, તાલિબાન જેવાઓ ફિલીસ્તીનને સપોર્ટ કરવા ઈચ્છે છે, બીજી તરફ યુ.એસ. પોતાનું વિમાન-વાહક જળયુદ્ધપોત ઈઝરાયેલને મદદને માટે ભૂમધ્ય સાગરમાં મોકલી આપ્યું છે..!
ધારો કે દરેક ફિલીસ્તીની કદાચ હમાસનો સપોર્ટર નહીં હોય પણ હમાસની આ હરકત ને કારણે ગાઝા નો પ્રત્યેક નિવાસી બેઘર થઇ જવાનો છે. અને જ્યાં જ્યાં અમેરિકી હોય ત્યાં ત્યાં તેના વિરુદ્ધ પક્ષે રશિયા પણ મેદાને પડે જ છે. અમેરિકાનો ઇઝરાયેલને આ સપોર્ટ વહેલા-મોડા રશિયન્સ દ્વારા હમાસ અથવા તો તેની સમકક્ષ કોઈ સંગઠનો મળતી મદદ માં પરિણમે તો નવાઈ નથી. શનિવારથી શરુ થયેલ આ યુદ્ધ સંકટ આજ પાંચમા દિવસે ગાઝા ની ખંડેરો માં પરિણમતી અવસ્થાએ પહોંચી છે. અમેરિકા એ મોકલેલી સૈન્ય મદદ ને બદલે તુર્કીએને પેટમાં પીડા ઉપડી છે. ધાર્મિક સામ્યતા..! બીજું શું?
મને યાદ આવે છે, જયારે રાજપૂતોની ધરતીઓ પર વિધર્મી આક્રાંતાઓ ચડી આવતા, ગઢ ઉપર મારો ચાલતો, દાણા-પાણી ખૂટતા અને છેલ્લે કોઈ વિકલ્પ ન વધતો ત્યારે, ગઢની બહાર થી જોનારા ને રાત્રીએ ગઢમાંથી ઉઠતી અગ્નિની લપટો દેખાતી.. જાણે કોઈ ઉત્સવની તૈયારીઓ થતી હોય, એમ રણભેરીઓ સાથે બૂંગિયો ઢોલને નગારાં માથે થાપો પડતી.. રાજપૂતાણીઓ હસતા મુખે અગ્નિની જ્વાળાઓમાં લપેટાતી પતિની પૂર્વે જ સ્વર્ગે સિધાવતી અને બીજે દિવસે શ્વેત વસ્ત્રોમાં કેસરિયા છાંટણા થયેલ અમલથી ઘેઘુર થયેલ રાતી આંખડી સાથે માતૃભોમની રક્ષા કાજે રણમાં ઉતરેલો ઈ યોદ્ધો જેને મૃત્યુ સિવાય કોઈ ની અપેક્ષા ન હોય ત્યારે ઈ કેવો રૂડો લાગતો હશે? આ દ્રષ્ટાંત ટાંકવાનું કારણ બસ એટલું જ કે મેં ઘણી વાર ઘણી જગ્યા એ વાંચ્યું હતું / સાંભળ્યું હતું, ઉપહાસ થતા હતા, કે સ્ત્રીઓ બળીને મરી જતી. ઈ માત્ર મરી નહોતી જતી, એ પોતાનું ગરિમામય જીવન જાળવી જતી હતી..! ઓલી એક બૉલીવુડ ની બાઈ પદ્મિની ફિલ્મ વખતે બોલી હતી કે, "હું બળી મારવા કરતા હરમમાં જવાનું વધુ પસંદ કરેત.." આજ ઇઝરાયેલના કેટલાય વિડિઓ ફરે છે જ્યાં, સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોને "અલ્લા હું અકબર" ના નારા હેઠળ ગૌરવાન્વિત થતી ઈ પ્રજા આ જૌહર નો જાજરમાન અભિપ્રાય કેમ પચાવી શકે?