યુદ્ધ એ જ કલ્યાણ.. || World Affairs ||

0

 "પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.."



દિવસે દિવસ બાધણ્યું ની બઘડાછટી બોલે છે..! યુદ્ધ ક્યાં નથી? આંતરમન થી માંડી ને જીવનની જંજાળ્યમાં પ્રત્યેક પગલે યુદ્ધ છે. હા, પણ એ યુદ્ધનો નિર્ણય સુનિશ્ચિત પણે આપણું કોર્ય લેવો હોય તો મહાભારત નો ઓલ્યો પ્રસિદ્ધ ડાયલોગ "रणभूमि में युद्ध हो उससे पहले ,मनोभूमि में खेला जाता है" સુદ્રઢ રીતે પાલન કરવો પડે..


રશિયા ને યુક્રેન ઠર્યા ન્હોતાં, ન્યાં સુદાન ઠેકડે ચડ્યું'તું, ઈ હાલતું'તું ન્યાં ત્રિશંકુની દશા જેવું નોગોર્નો-કારાબાખ માં અઝરબૈજાન-અર્મેનિયા બાખડ્યા'તા, ઈ લગભગ ટાઢું ટાઢું થાય એટલા માં આ હમાસ કે "હું શું કામ વાંહે રહું?" તે ટાઢા પોરના પાંચેક હજાર રોકેટ ઇઝરાયેલ માથે ઘા કર્યા, હવે ઈઝરાયેલને તો આવું કાંક ઉડતું તિર જ જોતું હોય..! પેલેસ્ટિનના આજની તારીખમાં જે એનક્લેવ્સ બચ્યા'તા, ઈ હવે નકશા માં રે છે કે નહીં ઈ થોડાક દી માં નક્કી થઇ જાહે..! મૂળ ચાળીસેક કી.મી. લાંબુ ને દસેક કી.મી. પહોળું ગાઝા પટ્ટી છે, ઓમેય એલા યુદ્ધના મેદાન માં ઇઝરાયેલની તુતી બોલે છે, ને આ હમાસ એની હામે બાયું ચડાવે? પીઠબળ વિના કોણ બાધી શકે? હમાસ પાંહે અદ્યતન રોકેટ્સ છે, સુઈસાઈડ ડ્રોન્સ છે, આ બધું કોણે દીધું એને? જેને ઇઝરાયેલની પ્રગતિ ઉપર અંકુશ લાદવો હોય ઈજ હોય ને..!


"જવાંમર્દીથી એક જ કૂદકે અવરોધ ટાળી દે,

નહીંતર મંઝિલો દીવાલની પાછળ રહી જાશે."

                                   – શૂન્ય પાલનપુરી


આજ સવારે જોયેલ સમાચાર પ્રમાણે તો લગભગ બારસો આસપાસ મૃત્ય થયા હતા બંને પક્ષે. ઠાકર કરે ઈ ઠીક.. આપણે તો એમ જ કહી શકાય ને..! જો કે આપણે એટલે કે ભારત ને સૌથી મોટી ભીંહ "IMEC = India-Middle East-Europe Economic Corridor" નું કામ અટકી જાહે એની જ થાવાની..! બાકી મોદી સાહેબ ખુલ્લે આપ ઇઝરાયેલ નો સપોર્ટ કરી દે તોય કાંઈ વાંધો નથી. મૈન તો હવે શું થશે? અરબ અને મુસ્લિમ દેશો સાઉદી અરબ ઉપર દબાવ બનાવશે કે તમે ઇઝરાયેલ ઉપર કાંક એક્શન લ્યો..! હવે સાઉદી એ થોડાક દી પેલા જ અમેરિકાનું સંરક્ષણ પ્રાપ્ત કરવા ઇઝરાયેલ ને બંધ બાજી માં છૂટ દીધી'તી, કે આ IMEC ને પૂરું કરવા મન પડે ઈ કરો, મતલબ કે આખુંય પેલેસ્ટીન પાડવું પડે તો પાડી લ્યો..! પણ હવે દિશા-દશા બદલાણી છે. ધીમે ધીમે મુસ્લિમ જગતના વડા થઇ બેઠેલા સાઉદી ઉપર દબાવ આવશે, ને એણે મજબૂરી માં ય ઇઝરાયેલ વિરુદ્ધ કાંક પગલાં લેવા જોહે..! એનેય ભાઈ મુસ્લિમ જગતનું વડું થઇ રેહવું છે ને.. નકર ઈ ટાઢું રે તો ટર્કી (તુર્કીયે) લાભ લઇ જાય ને..! 


"કેસુડાના રંગ ફીક્કા થઇગયા ,

ભર વસંતે એમનુઁ રૂઠી જવુઁ." 

             - મોહમ્મદ અલી ભૈડુ,વફા,


સાંભળ્યું કે ટ્રુડો ઠરીને ઠીકરું થયું છે, ક્યે છે કે, હવે કેનેડા એ કરેલા આક્ષેપો વિશેના વાર્તાલાપો બંધ બારણે ભારત અને કેનેડા કરશે. ભારત સરકારે એકતાલીશ કેનેડિયન ડિપ્લોમેટ્સને દૂતાવાસમાંથી કાઢી મુક્યા, એક પત્રકારે તો ટ્રુડોને મોઢા-મોઢ પુછીયે લીધું કે, ભારતે એકતાલીશ કાઢી મુક્યા, તમે શું પગલાં લેશો? ને ટ્રુડો સાહેબ સાચુકલા પગલાં (ડગલાં) ભરતા દેખાયા..! એલા માણહ તો બાકી ટ્રુડો હો.. વર્ષોની આબરૂના કટકા ટ્રુડોએ ઝીણી કાતરથી ઘડીકમાં કરી નાખ્યા..! શેખ મુજિબુર રહેમાન બાંગ્લાદેશનો ઘડવૈયો, એને ગોળી ધરબનાર નૂર ચૌંધરી ય કેનેડા માં ટેસડો કરે છે, બાંગ્લાદેશે કેટલીય વાર કેનેડા સરકારને ભલામણો કરી કે આ ટાયડું અમને સોંપો પણ.. ટ્રુડો.. ફ્રીડમ ઓફ એક્સપ્રેસનનો ચૌધરી થઇ બેઠો છે તે કાંઈ જવાબ દેતો નથી..!


અંતે તો બસ..


"જીવનમાં એ સિધ્ધ હસ્તતા ક્યાં છે દોસ્ત?

જાળવવા છતાં પણ અહીં સંબંધ તૂટે.."

                          – જવાહર બક્ષી

Post a Comment

0Comments
Post a Comment (0)