રણશિંગુ ફૂંકાઈ ગયું છે..! જય ભવાની, ભાજપ જવાની.! || Kshatriya Samaj vs Bhartiya Janta Party..|| BJP ||

0

 રણશિંગુ ફૂંકાઈ ગયું છે..! જય ભવાની, ભાજપ જવાની.!



ક્ષત્રિય સમાજની સંસ્થાઓની સંકલન સમિતિએ જયારે જાહેર કરી જ દીધું છે કે હવે ભાજપ પક્ષ નો જ વિરોધ કરવાનો છે તો લડત આપવા માં મારી તરફ થી કચાશ નહીં રહે તેની બાંહેધરી હું આપું છું. સત્તાપક્ષ પોતાની સત્તાનો ભરપૂર ઉપયોગ કરી રહ્યો છે ત્યારે વિરોધ કરવાનું ક્ષેત્ર જરૂર સાંકડું થયું છે, પણ ક્ષત્રિયો જયારે જયારે યુદ્ધના મેદાન માં ઉતર્યા છે ત્યારે મેદાન કેવું છે એ જોવા થોભ્યા નથી..! બસ પડે એવા જ દેવાના હોય.


આ સાથે જ સંકલન સમિતિ ની જે રણનીતિ આવી છે, ઘણી જ પ્રશંસનીય છે,

સંકલન સમિતિ (કોર કમિટી) દ્વારા 19 એપ્રિલ ના રોજ થયેલ જાહેરાત 🚩


▪૨૬ લોકસભા સીટ ઉપર ભાજપ નો જાહેર મા વિરોધ જાહેર કરી & વિરૂદ્ધ મા સક્ષમ પક્ષના ઉમેદવારને મતદાન કરવુ.


(દુશ્મન નો દુશ્મન આપણો દોસ્ત ની નીતિ અપનાવી)


જય ભવાની, ભાજપ જવાની


▪ ગુજરાત ના ગામડે ગામડે સભાઓ (કાર્યક્રમ) આયોજિત કરીને ભાજપ વિરૂદ્ધ મા મતદાન કરાવવા સર્વ સમાજ ને આહવાન કરવું.


▪ભાજપ ના જાહેર સભાઓ મા કાળા વાવટા ની જગ્યા એ હવેથી ભગવા (કેસરિયો) ઝંડા થી વિરોધ કરવો


▪મહિલાઓ દ્વારા દરેક જિલ્લાઓમાં એક દિવસ નો ક્રમિક પ્રતિક ઉપવાસ ઉપર બેસવું.


▪ દરેક જિલ્લાઓ ની સામાજિક સંસ્થા (કમિટી) દ્વારા શિસ્ત અને સંયમ થી ભાજપ વિરૂદ્ધ મતદાન માટે કાર્યક્રમ આપવા.


▪ ગુજરાત ના 5 ઝોન મા 22 એપ્રિલ થી ધાર્મિક સ્થળ થી ધર્મરથ કાઢી ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકો ને જાગૃત કરવા.


▪દરેક ગામડા / શહેર મા બુથ આયોજન કરીને ભાજપ વિરૂદ્ધ મા વધારે મતદાન કરાવવું.


▪7 મે મતદાન દિવસ સુધી ક્ષત્રિય સમાજ ના લાખો લોકો ની ઊર્જા અને ઉત્સાહ ચેતનમંય રહે એ માટે ભાજપ વિરૂદ્ધ મા સતત કાર્યક્રમો આપતા રહેવા.


▪માત્ર ગુજરાત નહિ પણ સમગ્ર ભારત ના રાજ્યો સુધી આ આંદોલન પહોચાડવામા આવશે 


રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ - ગુજરાત 🚩


સત્તાપક્ષ માં બેઠેલી સરકારે કાળા વાવટા ઉપર પ્રતિબંધ મૂકી ને એક રીતે સારું જ કર્યું. કેસરિયો-ભગવો રંગ તો ક્ષત્રિયોનો છે, હતો, અને રહેશે. ! સમિતિની બુદ્ધિ ચાતુર્ય જુઓ, વિરોધ પ્રદર્શનમાં રામપતાકા લહેરાવવાની જાહેરાત કરી, હવે ભાજપ મૂકે પ્રતિબંધ. રામ ને નામે જ તો એમને ચરી ખાવું છે તો મૂકે જોઈ રામ-ધ્વજ ઉપર પ્રતિબંધ. બીજો એક મુદ્દો બહુ સરસ છે. c-VIGIL નો..! ચૂંટણી ને લગતી કોઈ પણ ગેરપ્રવૃત્તિ દેખાય તો તરત જ c-VIGILનામના મોબાઈલ એપ્લિકેશનમાં ફરિયાદ નાખવી.


cVIGIL એપ્લીકેશનમાં ફરીયાદ કેમ કરવી ?


1. તમે એપ્લીકેશનમાં જે વિધાનસભા વિસ્તાર પંસદ કર્યો હશે તેની ફરીયાદ લેશે 

2. એપ્લીકેશનમાં આચાર સહિંતાના ભંગ માટે PHOTO,VIDEO,AUDIO મારફત ફરીયાદ કરી શકાય છે.

3. આ ફરીયાદનો નિકાલ 100 મીનિટમાં થતો હોય છે.

4. ફરીયાદ દાખલ કરતા સમયે એપ્લીકેશનમાં ફરીયાદનું લોકેશન ખાસ ચેક કરવું જો સરખુ લોકેશન ન આવતુ હોય તો + નિશાનીમાં સાચુ લોકેશન મુકવુ.

5. નીચેની બાબતો અંગે એપ્લીકેશનમાં ફરીયાદ કરી શકાય છે.

Money Distribution

Gift\Coupon Distribution

Liquor Distribution

Posters\Banners without permission

Display of firearms\Intimidation

Vehicle or convey without permission

Campaigning during ban period

Religious or Communal speeches\messages

Uses of speakers beyond permitted limit

Others

6. ફરીયાદનો પ્રકાર પંસદ કર્યા બાદ ફરીયાદનું ડિસ્ક્રીપશન લખવું એટલે કે ફરીયાદની વિગત ટૂંકમાં જણાવવી

7. ફરીયાદ સબમીટ\કન્ફોર્મ કરવી

8. ફરીયાદ દાખલ કરવાની પ્રક્રિયામાં 5 મીનીટનો સમય આપવામાં આવે છે તે ખાસ ધ્યાન રાખવું



ફરીયાદ દાખલ કર્યા બાદ શું ?

ફરીયાદના ID નંબરનો મેસેજ આવશે

ફરીયાદ દાખલ થયાના 20 મીનીટમાં FST ની ટીમ ઘટનાસ્થળે તપાસમાં આવશે

50 મીનીટમાં FST ની ટીમ તેનો રીપોર્ટ સબમીટ કરશે.

100 મીનીટમાં ફરીયાદનું નિરાકરણ કરશે

એપ્લીકેશનમાં હોમમાં ફરીયાદનું સ્ટેટસ જાણી શકાય છે.

જેમાં ફરીયાદમાં નીચે VIEW STATUS માં STATUS જણાવશે

ફરીયાદ અન્વ્યે Reply માં FST નીમ નો તપાસ કર્યાનો રીપ્લાઈ હશે.

સાભાર - શૈલેન્દ્રસિંહ જાડેજા.


કઠણાઈ જુઓ કે આ એપ્પ માં જયારે રૂપાલા ના પોસ્ટર-બેનરો વિરુદ્ધ ફરિયાદો કરવામાં આવી ત્યારે આ ફરિયાદી ના એપ્પ યુઝર-એકાઉંટ્સ બ્લોક થયા. સત્તાપક્ષ પોતાની સત્તાનો સતત ઉપયોગ કરી રહી છે ક્ષત્રિય આંદોલનને કચડવા.


સંકલન સમિતિ સાથે જોડાયેલ જયદેવસિંહે જણાવ્યું છે,

ક્ષત્રિય અસ્મિતા આંદોલન


હવે ક્ષત્રિય અસ્મિતા ની સાથે ક્ષત્રિય ના અસ્તિત્વ નો સવાલ થઈ ગયેલ છે.. 


પુરી તાકાત લગાવી આપીએ.. આપણી આ લડત માં..


આવનાર સમય માં આટલા જ વટ થી, સ્વમાનથી પોતાની અસ્મિતા માટે પૂરી તાકત લગાવી આપીએ..


▪સંકલન સમિતિ એ જે પણ કાર્યક્રમો આપેલ એ તમામ ને સફળ બનાવીએ..


▪આવનાર 7 તારીખ સુધી રોજે રોજ દરેક ન્યૂઝ અને સોશિયલ મીડીયામાં એક જ વાત આવવી જોઈએ.. ક્ષત્રિય અસ્મિતા ની..


▪આપણા સોશિયલ મીડિયા ના તમામ પ્લેટફોર્મ નો સંપૂર્ણ ઉપયોગ કરો..  સાથે આદર્શ આચાર સહિતા ભંગ માટે ની ફરિયાદ એપ્લિકેશન નો ઉપયોગ કરો..


▪દરેક સીટ ઉપર ભાજપ વિરૂદ્ધ સક્ષમ ઉમેદવાર ને વોટ કરાવીએ 


▪મત એજ ક્ષત્રિયો નું શસ્ત્ર ..આપણું 100% મતદાન થવું જોઈએ.. એક તરફી જ


▪અપક્ષ ને નહિ મજબૂત વિપક્ષ ને જ મત આપવો...


▪જ્યાં કાંટે કી ટક્કર હોય ત્યાં હરાવવાની કોશિશ કરવી..


▪ કોઈ પણ જ્ઞાતિ જાતિ વિરૃદ્ધ બોલવું નહિ 


▪કાયદા નું સંપૂર્ણ પણે પાલન કરવું ..


▪અન્ય જ્ઞાતિ જાતિ ને પણ BJP વિરુદ્ધ વોટ કરવા સમજાવવા..


▪અન્ય સમાજ સાથે ના આપણા ભુતકાળ ના ઇતિહાસ ને ઉજાગર કરીએ અને આપણા સંબંધો સુધારી આપણી તરફેણ માં લઈએ..


▪ દરેક ભાઈઓ  પોત પોતાના ગામ સાંભળી લે..ગામમાં સરપંચ ની ચૂંટણી આવી હોય અને આખું ગામ યુનિટી થી કામ કરતું હોય એવો માહોલ બનાવીએ... 


▪ટીમ વર્ક થી, ગામડાઓ સુધી શેરીઓ સુધી, ફળી સુધી પહોચી મતદાન કરાવીએ....


▪ધીરજ રાખીએ.. ક્ષત્રિય ની મતબેંક બનાવીએ...લડાઇ લાંબી ચાલવાની છે... 


ગ્રામ પંચાયત, તાલુકા અને જિલ્લા પંચાયત અને આવનારી વિધાનસભા ની ચૂંટણી સુધી આ દિશામાં આગળ વધીએ.. 🚩


Post a Comment

0Comments
Post a Comment (0)